ટૂંકી વાર્તા..112

ટૂંકી વાર્તા...
         સૌરવ...વર્તમાનપત્રમાં તે આપેલી લગ્નવિષયક ટૂંકી જાહેરખબર જોઈને આ વખતે પણ તને મળવા છોકરીઓનો જાણે ઢગલો થઇ ગયો.! અને કેમ ન થાય.! કેમ કે,તું U.S.A. રહેતો..સુંદર..મજબૂત શરીર..ને ઉજળો વાન..વળી લાખો ડોલરનાં પગારનું પેકેઝ.!
     છતાં પણ તું પાંચ વર્ષથી U.S.A.થી આવે છે..એકાદ મહિનો ભારત રોકાઈને લગ્ન કરવાની કોશિશ કરે છે..પણ તું નિષ્ફળ જાય છે અને એમને એમ પાછો U.S.A. જાય છે..ને એનું એક જ કારણ છે..દરેક છોકરી તારી લીધેલી એક્ઝામમાં ફેઈલ થઈ જાય છે.પણ આ વખતે તને પહેલીવાર લાગ્યું..કે..હા.. આ છોકરી પાસ..!
        સૌરવ..તને વૉકિંગ સ્ટીક સાથે જોઈ દરેક છોકરી તું 'બ્લાઇન્ડ' છે એમ સમજી જતી..ને વાતો-વાતોમાં તારી બન્ને આંખો કામ નથી કરતી એ પણ જાણી લેતી..ને તું પણ ધીમેથી કહેતો કે;'હું એવી પત્નીની શોધમાં છું...જેની આંખે હું દુનિયા જોઈ શકું..તે દરેક પળ મારી 'આંખો' બને..! ને ડોલરીયા દેશની હાઈ-ફાઈ લાઈફના લોભમાં આવેલી છોકરીઓ ધીમેથી ખસકી જતી..!.
        આ પહેલીવાર તને કોઈ છોકરીએ વળતો જવાબ આપ્યો કે 'હા ! હું આપની 'આંખો' બનવા તૈયાર છું.! મારી મા બિલકુલ ગરીબ સ્થિતિની વિધવા સ્ત્રી હતી..લોકોનાં ઘરનાં કામ કરીને..પૈસો-પૈસો બચાવીને એણે મને ભણાવી આજે સૉફ્ટવેર એન્જીનીયર બનાવી છે..અને એ કાયમ મને કહેતી કે..બેટા.. તને તો મારે અમેરિકા પરણાવવી છે..એની એ ઈચ્છા પૂરી થાય તે પહેલાં એ અવસાન પામી છે..તો મારે એની ઈચ્છા પૂરી કરવા અમેરિકા લગ્ન કરવા છે..અને હા..રહી વાત આપની 'આંખો' બનવાની..તો હું છેક સુધી મારી  મા ની પણ 'આંખો' રહી છું..એ પણ બ્લાઇન્ડ હતી..તો મને એ પણ હાર્ડ નહિ લાગે..!
          ને સૌરવ..તે તારી 'વૉકિંગ સ્ટીક' ફેંકી દીધી..ને કહ્યું..'રૂપા,હું 'બ્લાઇન્ડ' નથી,હું દરેક છોકરીની એક્ઝામ એ રીતે લેતો પણ રૂપિયાનાં લોભમાં આવેલી દરેક ફેઈલ થતી..બોલ..તું મારી સાથે લગ્ન કરીશ..? ને રૂપાએ શરમાઈને હા પાડી...- બેફિકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર