Posts

Showing posts from December, 2019

A Short Story...

* સાર્થકતા* ....સતત પાંચ વર્ષથી તમે લાગણીઓથી બંધાયેલા....અને લગ્નની વેદીએ સંબંધ બાંધવાની તૈયારી કરતાં.. સુધીર અને સોહિની..પણ...આજે સોહિનીએ કીધું.."સોરી..સુધીર પણ હું તારી સાથે લગ્ન નહિ કરી શકું...મને માફ કરજે.." ત્યારે,સુધીર તે પૂછેલું..'આજ સુધી મેં તારી કોઈ વાતમાં કારણ નથી પૂછેલું..પણ આ નિર્ણય માટે કારણ પૂછી શકું..?' ને સોહિનીની એ વાત સાંભળી સોહિની પ્રત્યેનો તારો પ્રેમ ફરી એકવાર વધી ગયો...સુધીર..!        વાત કંઈક આવી હતી..બે મહિના પહેલાં જ સોહિની શહેરની જાણીતી કૉલેજમાં લેક્ચરર તરીકે જોડાયેલી..ને એ બે મહિનામાં એણે માર્ક કરેલું...મિસિસ જાની..કોલેજમાં સ્ટુડન્ટસનાં પ્રિય લેક્ચરર...જ્યારે પણ સમય મળે ત્યારે તારી એ 'એક્ટિવા' પાસે ઉભા રહી...ટિકી-ટીકીને જોઈ રહેતાં... ક્યારેક 'એક્ટિવા'ની સીટ પર હાથ ફેરવી લેતાં.. ને આ હાથ ફેરવતી વખતે તેમની આંખોમાં પાણી આવી જતું..! ને ક્યારેક સ્ટાફરૂમમાં તારી સામે જોઈ રહેતાં ને એમની આંખો ભીની થઇ જતી..આખરે એક દિવસ તારાથી ન રહેવાયું.. સોહિની..ને તે મિસિસ જાનીને એનું કારણ પૂછી લીધું..ને જવાબમાં મિસિસ જાનીએ એનાં પર્સમાંથી એક ફોટો કાઢ...

A Short Story...

*મુલાકાત*         'સુનો ઓડિબલ ઓડિયો' પર તું એક દિવસ અચાનક એની વાર્તા સાંભળી ગઈ...ને જાણે તું એનાં અવાજની દુનિયામાં ખેંચાઈ ગઈ..ઉલ્હાસી...તારા જીવનમાં જાણે  'ઉલ્હાસ' નામનો ફોર્સ આવ્યો...હા, વાર્તાકાર ઉલ્હાસની વાર્તાઓ એટલે જાણે તારા જીવનની ડિઝાઇન કરતી કોઈ ઍપ. એની એકએક વાર્તાઓ જાણે તારા માટે જ લખાયેલી હોય એવું તને લાગતું...ને તું એ મુજબ તારામાં પરિવર્તન પણ કરતી..! ઉલ્હાસની જ એક વાર્તામાં વાક્ય હતું..'એક હદથી વધુ કોઈને અપનાવી લેવું એ જ પ્રેમ...'ને એ પ્રેમ તારામાં ઉલ્હાસ પ્રત્યે જન્મી ચુક્યો હતો...ઉલ્હાસી...ને તે નક્કી કરી લીધું કે,હવે તો આ ઉલ્હાસ...ઉલ્હાસીનો જ...ને તે કોઈ પણ રીતે એનો મોબાઈલ નંબર મેળવી લીધો...ને ધીરે-ધીરે મેસેજીસ વધતાં ચાલ્યા...ને એક દિવસ તે તારા મનની લાગણીઓ ઉલ્હાસને જણાવી અને રૂબરૂ મળવા માટેની ઈચ્છા દર્શાવી..ને ઉલ્હાસે જણાવ્યા મુજબ તું તે દિવસે ચાર વાગ્યે 'કાફે-ધ કૉફી' સજી-ધજીને પહોંચી..ને ઉલ્હાસે બતાવ્યા મુજબના ટેબલ નંબર પર ઝડપથી પહોંચીને બેઠી..ને બેઠી એવી જ જાણે વીંછી કરડ્યો હોય એટલી જ ઝડપે તું ઉભી થઇ ગઇ અને બમણી ઝડપથી બહાર નીકળી ગઈ...કેમ ક...

A Short Story..

*પડકાર* .....હા.... વિધાતા...સમાજને તે પડકાર આપી દીધો..! મોટા-મોટા ખેરખાઓ અને નાતમાં મોટું નામ કહેવાતા તારા સગા બાપને પણ કહી દીધું...'મારૂ નામ વિધાતા છે..ને મારુ નસીબ પણ હું જ લખીશ..મારી વચ્ચે કોઈ ન આવતા...નહિ તો આ વિધાતા તમારા લેખ બગાડી નાખશે...મારો બાપ વિધુર બન્યા પછી પોતાના શરીરની તૃપ્તિ માટે એક સ્ત્રી પત્ની તરીકે લાવે અને એ સ્ત્રી પણ પોતાના જીવનની સલામતી માટે આશરો શોધી લે...તો અમે તો પ્રેમ કરીએ છીએ...ને હું જોઉં છું મને અમર સાથે લગ્ન કરતા કોણ રોકે છે..?...સાચી વાત છે વિધાતા...તને લગ્ન કરવા માટે કોઈએ શા માટે રોકવી જોઈએ...? ને તું તો હવે થઈ છે પણ 20 વર્ષની..! પણ આ સમાજને તું લગ્ન કરે એના સામે વાંધો નથી...વાંધો છે એ અમર સાથે કે જેની સાથે તું લગ્ન કરવા ઈચ્છે છે...કેમ કે,એ તારી નવી માંનો આંગળીયાત આવેલો દીકરો છે..તો સમાજ એને તારા ભાઈ તરીકે સ્થાપિત કરવા મથે છે..ને તારા પંદરમાં વર્ષે તને થયેલો એ પ્રથમ પ્રેમ તું છોડવા નથી ઇચ્છતી..!-બેફીકર

A Short Story...

*घुंघरू* वो अपने घुंघरू मेरे पास छोड़के गई है, पर वो कान्हा कहाँ से लाऊ,जो नाच रचा दे..!-बेफ़िकर .......'બેફીકર'નો શૅર અચાનક 'વેલી' ન્યુઝમાં નજરે પડ્યો ને આપ ભૂતકાળની ઘટનામાં ખેંચાઈ ગયા...મિસિસ માલિની..! આપે ઉભા થઇ અલમારી ખોલી ને 'ઘૂંઘરૂં'ની જોડ હાથમાં લીધી ને આપની નજર સમક્ષ તરત આવી ગયા...રાધા અને કિશન..! રાધા અને કિશન એટલે આપની શ્રીનગર ડાન્સ એકેડમીના હોનહાર સ્ટુડન્ટ્સ.. બંને જ્યારે પગે ઘૂંઘરૂં બાંધી નૃત્ય કરતા હોય,ત્યારે પ્રેક્ષકોના શ્વાસ પણ અટકી જાય...મંત્રમુગ્ધ બની લોકો એ જોડીનું સાયુજ્ય જોઈ રહેતા..જાણે સાક્ષાત રાધા-કૃષ્ણની જોડી ધરતી પર ઉતરી આવી હોય...!..ને આવા સુંદર શિષ્યો મળવા બદલ લોકો આપની પ્રશંસા કરતા..ને ધીરે-ધીરે આ રાધા-કિશન પણ એકબીજાની તરફ પ્રેમપ્રવાહમાં વહેવા લાગ્યા..પણ એક દિવસની ઘટનાએ એક નવો જ વળાંક લાવી દીધેલો..! હા.. આપનો એ સ્ટુડન્ટ કિશન એક દિવસ આપ એકલા હતા ત્યારે આવ્યો અને એવી કબૂલાત કરી ગયો કે એ એક  ફિદાયીન ત્રાસવાદી છે  અને આપની એકેડમિની બાજુમાં જ આવેલા મુઘલગાર્ડનમાં હુમલો કરી લોકોના જીવ લઈ લેવાના  મિશન પર સરહદ પારથી આવેલો છે...ને એ મિશન પૂરું ...

A Short Story...

*સ્વીકાર* ....ને....મિસ કેતકી..તું તો જોઈ જ રહી એ કામદેવના સાક્ષાત અવતારને...હા...તારી જેવી જ હાલત આખા સ્ટાફની હતી..! અરે..મિસિસ પટવાએ તો તારા કાનમાં ફુસફુસ પણ કરી લીધું...કેતુ..આ છે તારે લાયક..તું સાક્ષાત 'રતિ' છે તો એ પણ 'કામદેવ' છે..ને તે એ 'કામદેવ' એટલે કે તારી ઓફિસનો નવો જનરલ મેનેજર મિસ્ટર સૌરભને હૈયે વસાવી લીધો..ને તારા એ હૈયાના ઇજનને જાણે સૌરભે પારખી લીધું હોય,તેમ બીજા જ દિવસથી એ પણ તારી સાથે વધુ ને વધુ સમય વિતાવવા મળે તેવું કરવા લાગ્યો..અને સૌ માટે મોટી સરપ્રાઈઝ ત્યારે થઈ...એ હાજર થયાના અઠવાડિયામાં જ આવતા તારા બર્થ ડેની એણે ભવ્ય પાર્ટી આપી..! ને આખો સ્ટાફ ખાનગીમાં 'જોડી જામશે' હો...કહી તને ચીડવવા લાગ્યો..પછીના એકાદ મહિનામાં તો જાણે એ કોઈ 'જાદુગર' હોય,એમ તારી દરેક પસંદ-નાપસંદને જાણતો હોય,તેવી વાતો,તેવી ગિફ્ટસ અને તેવી રેસ્ટોરન્ટમાં ડિનરપાર્ટીઓ સાથે તને જાણે તારી જાત પાસેથી ચોરી લીધી..! ને,એવી એક સાંજે રેસ્ટોરાંના એક ટેબલ પર તે એનો હાથ પકડી કહી પણ દીધું...આઇ લવ યુ...સૌરભ..! ને જવાબમાં એ બોલ્યો...યસ...આઇ લવ યુ...ટુ... કેતકી...પણ પહેલાં આ જો....

A Short Story...

*સ્યુસાઇડ* ....ત્યાં આગળ બેઠેલા સૌ લોકો નવાઈથી જોઈ રહ્યા...હા... નવાઈ લાગે એવું જ હતું...24 વર્ષના હિતાર્થની તસ્વીર આગળ તું આશરે 45 વર્ષની માઈના ધ્રુસકે-ધ્રુસકે રોઈ રહી હતી...ને બેસણામાં આવેલા લોકો એ નવાઈથી સ્તબ્ધ હતા કે,તારા એ બુરખાધારી પહેરવેશથી જ તું હિતાર્થની દુરની પણ કોઈ સગા-સંબંધીની વ્યાખ્યામાં નહોતી એ સ્પષ્ટ હતુ... માઈના...!      પણ તારા માટે એ હિતાર્થ એક નવી જિંદગી હતો..એ તું એકલી જ જાણે છે...તે દિવસનો બપોર તને બરાબર યાદ છે માઈના..દારૂડિયા અને ઝગડાળું પતિથી કંટાળી તું પંખા સાથે સાડીનો છેડો બાંધી લટકાઈ જવાની તૈયારીમાં જ હતી કે ખુલ્લી બારીમાંથી એ દ્રશ્ય જોઈ બાજુની અગાસીમાંથી એક સનનન... કરતો પથ્થર આવ્યો..ને તારું માથું ફોડી નાખ્યું... તું ગુસ્સામાં કશું કહેવા જાય એ પહેલા બીજો પથ્થર આવ્યો...જેની સાથે બાંધેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું...સંકટ સમયનો સાથી... એમ કરીને મોબાઈલ નંબર....આ આખી ઘટનાએ તને સ્યુસાઈડ કરતાં રોકી લીધી અને પછી તો દરેક નાની-નાની વાતમાં પણ હિતાર્થ તારો... ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બની રહેલો...જે થકી તું જિંદગીની નવી કેડીએ આજે ખુશનુમા મિજાજ સાથે ચાલી રહી છો....

A Short Story...

*પ્રતીક્ષા* .......હા,નામ તારું...ને ટેવ પણ એવી જ....દરેક ચીજમાં પ્રતીક્ષાની...ખૂબ જ ધીરજવાન..લોકો તને ધીરજનો પર્યાય સમજતાં.. ને એક આદત પણ તારી એવી જ..જેને કોઈ સમજી નથી શક્યું..અરે..આ આદતને લીધે તારે કેટલાયે લોકો સાથે ઝગડા પણ થયા છે...પણ તું તો ધીરજવાન...એમ ડરે શાની ? અને એ આદત એટલે કોલેજનાં અપ-ડાઉન વખતે સીટી બસમાં તારી બાજુની સીટ પર કોઈનેય ન બેસવા દેવાની આદત..! હા, રોજ તારી આદત મુજબ તું સીટી બસમાં ડબલ સીટમાં બેસતી..ને બાજુની સીટ ખાલી રાખી કોઈની પ્રતીક્ષા કરતી....પ્રતીક્ષા..!...ને એક દિવસે એ પ્રતીક્ષા પુરી થઈ...તને જાણે મનનો માણીગર મળી ગયો..!હા, તે દિવસે તે બસમાં ચડ્યો..તો તું તો જાણે એની 'આભા' માં જ આવી ગઈ..ને તું એ નવયુવાનનું રૂપ જ જોતી રહી...ને એ ફટાફટ તારી બાજુમાં આવી ખાલી સીટ પર બેસી ગયો..તને લાગ્યું..તારી 'પ્રતીક્ષા' નો અંત આવ્યો...પણ..ના એવું નથી..એ તારી જ બહેનપણીનો 'ફિયાન્સ' છે..ને તારી એ જ સખીની 'ચેલેન્જ' સ્વીકારી એ તારી બાજુમાં બેસી ગયો છે..! આમ,પ્રતીક્ષા કરવાથી 'પ્રતીક્ષા' નો અંત ન આવે..પ્રયત્નો પણ કરવા પડે...મનગમતું મેળવવા...પ્રતીક્ષા...