ટૂંકી વાર્તા 64

ટૂંકી વાર્તા...
          ખોબા જેવડાં નાનકડાં ગામમાં તું મેલેરિયા વર્કર તરીકે હાજર થયો.તે જઈને અનુભવ્યું કે આખું ગામ અશિક્ષિત અને તેને લીધે ચાલતો ભુવાજીનો ધંધો.! લોકો પોતાની કંઈપણ નાની-મોટી સમસ્યાના ઉપાય માટે ભુવાજી પાસે દોડી જતાં ને ભુવાજી અંધશ્રદ્ધાનો પૂરો લાભ ઉઠાવતાં..!
      તે લોકોને જાગૃતિ તરફ વાળવાનો અને માંદગી માટે મેડિકલ સારવાર અપાવવાનો પ્રયત્ન કર્યો,તો ભુવાજીનાં 'ગુંડાઓ'નો ત્રાસ શરૂ થયો ! આખરે 'ઝેરનો ઉપાય ઝેર'નાં  ન્યાયે તે એક યુક્તિ વિચારી.ભુવાજીનાં એક માણસ સાથે ભાઈબંધી બાંધી,ધીમે-ધીમે ભુવાજીની કરમ-કથની જાણી લીધી ને ભાઈબંધીનો વિશ્વાસ કેળવી લીધો ને એક દિવસ 'કાળીયા તાવ'ની સારવારના બહાને ભુવાજી પાસે તું ગયો..
          ને ભુવાજીએ જેવો તારો હાથ પકડ્યો કે તું જોર-શોરથી 'ધુણવા' માંડ્યો !! ને ભુવાજીની કરમ કથની કહેવા લાગ્યો.. લોકો તો તને ભુવાજીથી પણ મોટો 'જાણકાર' જાણીને પગમાં પડવા લાગ્યા..ને પછી ધીરે-ધીરે  તારામાં પ્રગટેલા 'માતાજી' સૌને શિક્ષણ અને સાચા રસ્તા તરફ લઈ જવા લાગ્યા ! ધીમે-ધીમે ભુવાજીની દુકાન બંધ થઈ ગઈ ને તને આવતાં 'માતાજી' પણ વિદાય લઈ ગયા પણ હવે તેની કોઈ જરૂર નહોતી કેમ કે 'માતાજી' નાં આદેશથી ગામમાં અત્યારે સુંદર શાળા અને નાનકડું દવાખાનું ઉભું થઈ ગયેલું છે..! -બેફિકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112