ટૂંકી વાર્તા..72
ટૂંકી વાર્તા...
A.C.P. ત્યાગરાજ... આજે આપ ખૂબ જ 'Excite' હતા..હા.. આપના બાતમીદારે આપેલી ચોક્કસ 'Information' મુજબ આજે આપે 'Operation' સેટ કરી દીધેલું..એટલો સજ્જડ પ્લાન હતો કે શહેરમાં આવેલું ચકલુંય બહાર નીકળી શકે એમ ન્હોતું...
ને સાંજ પડતાં જ એ ઘડી આવી પહોંચી..'Information' મુજબની બ્લેક સફારી કાર આપે રોકી ને અંદર બેસેલા 'શાર્પશૂટર'ને દબોચી લીધો..જે 'શાર્પશૂટર' ને આજ સુધી કોઈએ જોયો ન્હોતો એ તમારા હાથમાં હતો..ને અચાનક એ શૂટરે પહેરેલાં 'લૉકેટ' તરફ આપનું ધ્યાન ગયું..ને આપે એ 'શાર્પશૂટર' ઉપરની પકડ સ્હેજ ઢીલી કરી ને એ ભાગી ગયો.!
એવું તો શું જોયું આપે ત્યાગરાજ ? તો એના 'લૉકેટ'માં તમે એ સ્ત્રીનો ફોટો જોઈ ગયા કે જેની દયાથી આપ એક ગરીબ વિધવા મા ના પુત્ર હોવા છતાં આજે અહીં સુધી પહોંચ્યા..હા એ સીમા આન્ટી નો ફોટો હતો કે જેણે તમારા અભ્યાસનો પૂરો ખર્ચ ઉઠાવેલો...ને તમે એકવાર કારણ પૂછ્યું તો એમણે કીધું,'બેટા..! આજે જો મારો રાજુ હોત તો તારા જેવડો જ હોત...પણ એ ભાઈબંધોની સોબતમાં ઘર છોડી 'આવારા' થઈ ગયોને ભાગી ગયો..જો એનો ફોટો..જો એણે મારા ફોટાવાળું 'લૉકેટ' પહેરેલું છે..!'-બેફિકર
Comments
Post a Comment