ટૂંકી વાર્તા..75

ટૂંકી વાર્તા..75
        પડોશીઓ પણ ગભરાઈ જતા તારું એ રૌદ્ર સ્વરૂપ જોઈને..! હા..તેઓને તારા એ પાંચ વર્ષના 'રાજા'ની દયા આવતી,જ્યારે તું એને ઢોર માર મારવા લાગતી..! સૌ 'રાજા'ની દયા ખાતા પણ તને કે તારા પતિને કોઈ કશું કહેવાની હિંમત કરતા નહિ...કેમ કે,તમારું બન્નેનું રૌદ્ર સ્વરૂપ રાજા માટે સમાન જ રહેતું...લોકો વિચારતાં રહેતાં કે આટલો ગુસ્સો નાના બાળક પર...!
        પણ...તું અને તારો પતિ બન્ને ભૂલી ગયા છો કે જ્યારે લગ્નનાં તેર વરસે પણ સંતાન ન્હોતું ત્યારે  ડૉક્ટરની સલાહ મુજબ તમારા બન્નેથી સંતાન શક્ય ન્હોતું તો 'સરોગસી' દ્વારા 'રાજા' મેળવ્યો છે ને હવે તમે 'Psychopath' બની આ ક્યાં અમારું છે ? એવી નબળાઈનો ભોગ એ નાનકડા બાળકને બનાવો છો..! -બેફિકર
        

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112