ટૂંકી વાર્તા..83
ટૂંકી વાર્તા..
અબ્દુલ.! કપાયેલા પગ સાથેનો ભિખારી..આજે હીરો બની ગયો..હાજીપીર દરગાહ પર ભીડની વચ્ચે થતી શંકાસ્પદ હિલચાલ તરત જ તારા ધ્યાનમાં આવી ને તે તરત જ પકડી પાડ્યું.તે વ્યક્તિ તો 'ટીફીનબોમ્બ' મૂકી ભીડમાં ઓગળી ગઈ પણ તું એક પગે વીજળીવેગે દોડ્યો ને 'બૉમ્બ' ઊંચકી દરિયામાં ફેંકી દીધો.સૌ બચી ગયા..નિર્દોષ.!
હા..અબ્દુલ તે આ સાહસ કર્યું પણ એની પાછળ પણ તે ભોગવેલ સ્થિતિ જ છે.હા..અબ્દુલ દસ વર્ષ પહેલાં તે પણ જેહાદી સંગઠનની વાતમાં આવીને લાખો રૂપિયા મેળવવાના લોભમાં 'ટીફીનબોમ્બ' મુકવાનું સ્વીકારેલું.લાખો રૂપિયા તો ન મળ્યા પણ બૉમ્બ વહેલો ફૂટી જતા તું એક પગ ગુમાવી બેસેલો ને આખરે ભિખારી બની ગયેલો.!-બેફિકર
Comments
Post a Comment