બેફિકર

અમારે શું વગડો કે મારગડો,
                         ઝાંપો કે ખાડો !
ઉગવું,ખીલવું ને મઘમઘવું,
    એ જ તો છે સ્વભાવ અમારો!
નિત-નિત દા'ડો ભલે ને દેખાડે,
                       રંગ અનોખો !
એક જ રંગમાં રહેવું,
એ જ તો છે સ્વભાવ અમારો!
ભરતી-ઓટ કે તડકો-છાંયો,
સૂકો રોટલો કે મેવાથાળ અનેરો,
            એક જ મોજ હરક્ષણ,
એ જ તો છે સ્વભાવ અમારો,
ફિકર,ચિંતા ને ઉપાધિઓ,આવે ને જાય,
'બેફિકર' બની રહેવું,
એ જ તો છે સ્વભાવ અમારો !
        -હિતેષ ત્રિવેદી (બેફિકર)
         પાલિતાણા

Comments

Post a Comment

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

ટૂંકી વાર્તા..112