ટૂંકી વાર્તા...1 થી 5

ટૂંકી વાર્તા..1
         સૂટ-બુટધારી શેઠને મંદિરમાંથી નીકળતાં જોઈ...એ બાળ-ભિખારી ઝડપથી તેમનાં તરફ દોડ્યો...પણ શેઠ તો તેને ધક્કો મારી,ગાડીમાં બેસી ગયા...બાળક વિચારતો રહ્યો કે...મને આ જીવતો ય કશું આપતો નથી ! તો મંદિરનો એ પથ્થર કેવી રીતે આપતો હશે ?? -બેફિકર

ટૂંકી વાર્તા...2

        અનાથાશ્રમમાં રહીને અભ્યાસ કરતી ગંગા 'પંખી-પરિચય' પુસ્તક વાંચતા-વાંચતા કોયલની ઈંડા મૂકીને ઉડી જવાની ટેવને મનોમન પોતાની 'માઁ ' સાથે સરખાવી બેઠી..!- બેફિકર

ટૂંકી વાર્તા...3

       અઢાર વર્ષની પ્રિયાએ પોતાની ત્યકતા માઁ ને વહોટ્સ એપ ગૃપમાં આવેલા શ્રીદેવીનાં મૃત્યુનાં સમાચાર આપ્યા..માઁ અચાનક બોલી ઉઠી..'ચાલો,ત્યારે ખીર બનાવું..!' પ્રિયાને એક જ વાક્યમાં પોતાનાં મનમાં વારંવાર ઉઠતાં કેટલાયે સવાલોનો જાણે જવાબ મળી ગયો હતો...!-બેફિકર

ટૂંકી વાર્તા..4

         ધૂળેટીનાં દિવસે સુમનરાય પર પાંચ વરસથી એકલવાયી જિંદગી જીવતાં સગુણાબેને ગુલાલ છાંટયો..ને સુમનરાય વીસ વરસનાં યુવાન બની ગયાં.. ગેલેરીમાંથી જય અને જયતિએ આ દ્રશ્ય જોઇ આનંદ અનુભવ્યો... છેલ્લા દસ વરસથી અમેરિકાથી દર વરસે આવીને પપ્પાને સમજાવવાની મથામણનો અંત આવતો લાગ્યો..!!-બેફિકર

ટૂંકી વાર્તા..5

         ફાર્માસ્યુટિકલમાં મોટું નામ ધરાવતાં સૌમિલકુમારને ચાર રસ્તા પર એક બાર વરસનાં છોકરાંએ ત્રીસ વરસ પહેલાનાં ભૂતકાળમાં ખેંચી લીધા..! છોકરાએ પોતાની શાળાની ફી ભરી આપવાની વિનંતી સૌમિલકુમારને કરેલી..!-બેફિકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112