ટૂંકી વાર્તા...100
ટૂંકી વાર્તા...
રુદ્રપ્રતાપ ! ખેડૂતનો તું દિકરો...અભણ માં-બાપનો દિકરો... જાતમહેનતથી ભણ્યો..M.Tec. થયો પણ બેકારીનાં ખપ્પરમાં ઝપટાઈ ગયો.ભણતર બધું એળે જતું જોઈ માં-બાપ મૂંઝાતા અને સમજાવતા..'બેટા ! ભલે નાની તો નાની.. પણ આપણી જમીન સારી છે..ખેતી કર..એ તને ભૂખ્યો નહિ રાખે ને વિચારો પણ નહીં આવવા દે.'
આખરે તું તૈયાર થયો ને ખેતી ચાલુ કરી દીધી.
M.Tec. ને વિસારે પાડી દીધું.એક દિવસ તારે પાસેનાં શહેરમાં બિયારણ માટે જવાનું થયું. તું બઝારમાં ફરતો હતો એવામાં એક વૃદ્ધ સ્ત્રીએ તને ઉભો રાખી કંઈક ખાવાનું અપાવવાની વિનંતી કરી.પરગજુ સ્વભાવનો તું..તરત જ એને નાસ્તો અપાવ્યો ને પેલી બાઈએ આશીર્વાદ આપ્યા..'બેટા ! તારી મનની ઈચ્છાઓ પૂરી થશે ને તું હજારો રૂપિયાનો માલિક બનીશ.!' તું હસ્યો..'માં,હું લાખો રૂપિયાનો પગાર મળે તેટલું ભણ્યો છું..તોયે નોકરી મળતી નથી ને ખેતી કરું છું.!'
તું આ સમગ્ર ઘટનાને ભૂલી તારી ખેતીમાં મસ્ત થઈ ગયેલો..રુદ્ર..પણ આજે હળ હાંકતી વખતે તારા હળના ફણા સાથે કંઇક અથડાણું...તે કુતૂહલથી ખોદીને જોયું તો એક ચરૂ નીકળ્યો.. એને ખોલતાં તો તારી આંખો ફાટી ગઈ..સોનાનાં સિક્કાઓ જોઈ..તરત તને એ વૃદ્ધ સ્ત્રી યાદ આવી ગઈ...કે જેણે તને આશીર્વાદ આપેલા..!- બેફિકર
Comments
Post a Comment