ટૂંકી વાર્તા..102

ટૂંકી વાર્તા..
       સુરભી તું અને સુબોધ એટલે આખી કોલેજમાં ચર્ચાતો વિષય..અલબત્ત તમારા પ્રેમ વિશે જ.! ચર્ચાનો મુખ્ય વિષય તમારું બન્નેનું સૌંદર્ય તો રહેતું જ પણ સાથે-સાથે સમાંતર ચાલતી સુબોધની ગરીબી.!હા..સુરભી તું શહેરનાં પ્રખ્યાત જવેલર્સની એક માત્ર સંતાન ને સુબોધ ગરીબ માં નો દીકરો.! સુબોધ તને સમજાવતો કે;'સુરભી તું અને હું પ્રેમ કરીએ છીએ એ સત્ય છે તો મારી ગરીબી પણ સત્ય છે ને હું તારા એ પૈસાદાર બાપનાં રૂપિયાની આંગળી ન પકડું એ પણ સત્ય છે ને મારી આ ગરીબી ને મારી આ ડીગ્રી મને કારકુની સિવાય બીજું કશું ન આપી શકે એ પરમસત્ય છે.સુરભી તું સત્ય તો સમજ !' ને તું હસીને એટલું જ કહેતી..'જોયો મોટો સત્યવાદી !'
        એવામાં કોલેજમાં કાજલ ઓઝા વૈદ્યનો સેમિનાર રાખવામાં આવ્યો ને કાજલબેન વક્તવ્યમાં એક વાક્ય બોલ્યા ને તે સુબોધની સામે જોઈ કાજલબેનનું એ વાક્ય દોહરાવ્યું..ને કીધું..'જો કાજલબેન કેટલું સરસ બોલ્યા!' ને બીજા દિવસથી સુબોધ કોલેજ આવતો બંધ ! તે સુબોધનાં ઘર સુધી રૂબરૂ ધક્કા ખાધા..પણ વ્યર્થ.! સુબોધને જાણે ધરતી ગળી ગઈ..ને થોડા દિવસ પછી એક ટપાલ તારા ઘરે આવી.જેમાં સુબોધે કાજલબેનનું એ વાક્ય લખેલું..'એકે છોડવાનું તો બીજાએ સ્વીકારી લેવાનું એનું જ નામ પ્રેમ!'..સુરભી..હું તને છોડું છું..એ સત્ય છે..તું એને સ્વીકારી નહિ શકે એ પણ સત્ય છે..પણ મારી ગરીબીને ધ્યાનમાં રાખી એ તું સ્વીકારી લેજે..કેમ કે,એ જ સાચો પ્રેમ છે.! ને તું..'જોયો..મોટો સત્યવાદી !' એમ બોલી રડી પડી..!
        પણ..સુરભી તારો એ 'સત્યવાદી' ખરેખર મોટો અસત્યવાદી છે..એણે તને છોડવા બદલ તારા પૈસાદાર પિતાજી પાસેથી મોટી રકમ પડાવી છે ને પોતાની સાચી પ્રેમિકાને લઈને મોટા શહેરમાં 'વેલસેટ' થઈ ગયો છે..!-બેફિકર
 

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112