ટૂંકી વાર્તા...103

ટૂંકી વાર્તા..
       નવા-નવા તમે કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા..રવિકુમાર..! નવયુવાન અને રૂપનાં રાજા એવા તમે..કોલેજમાં કેટલીય છોકરીઓના વાતોનો વિષય બની ગયેલા..ને તમારી આંખોનો ઉજાગરો બની ગયેલી એ સેકન્ડ યરમાં ભણતી રાધા.! હા..રાધાની હાજરી માત્રથી જાણે તમારામાં નવો પ્રાણ આવી જતો.ધીમે-ધીમે એ પ્રાણ ઉર્જાએ રાધાને પણ અસર કરવાની શરૂ કરી ને એક દિવસ તમે બન્ને એ લાઈબ્રેરીની સાક્ષીએ એકરાર પણ કરી લીધો..દિવસો વીતતા ચાલ્યા..પ્રેમ પાંગરતો ગયો..એટલે સુધી પાંગર્યો કે તમે એક દિવસ રાધાને પૂછી લીધું..'રાધા ! તને નથી લાગતું કે આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ..?'
        ત્યારે રાધાના જવાબે તમને હબક ખવડાવી દીધી.એનો જવાબ હતો..'પ્રોફેસર સાહેબ ! આ રાધાનું દિલ આખી જિંદગી આપનું જ રહેશે પણ શરીર નહિ.! કેમ કે, અમારી જ્ઞાતિનાં રિવાજ મુજબ મારા લગ્ન તો બાળપણમાં જ થઈ ગયેલા છે..તો એ જ મારો ધણી રહેશે..હા..એ ધણીપણું મેળવશે પણ મારો પ્રેમ નહિ..! - બેફિકર
      

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112