ટૂંકી વાર્તા...21 થી 25
ટૂંકી વાર્તા....21
' રાજ ' રોજ સવારે તમે અકળાતા... તમારૂ હાર્ડલી ડૅવીડસન બાઇક તમારા મહેલ જેવડાં બંગલાનાં દરવાજે પહોંચતું ને તમારી આડી એ 'બાઈ ' આવતી ને તમારે બ્રેક મારવી પડતી..ને સ્પીડ તૂટી જતી..! તમે મનોમન અકળાતા...ક્યાં રોજ સવારમાં 'મોઢું' બતાવવા આવી જાય છે....ડોકરી..!! આવું તે 'બાઈ ' શાથી કરતી તે હું જાણું છું...લ્યો..કહું...વાસ્તવમાં એ 'બાઈ ' જ તમારી 'માઁ ' છે...શેઠ જગજીવનદાસે શેર માટીની ખોટ પુરી કરવા એ 'બાઈ ' પાસેથી આપને વેચાતાં લીધેલાં.... ને બદલામાં એ 'બાઈ ' એ રોજ એકવાર આપનું મોઢું જોવા મળશે એવી શરત રાખેલી એટલે જ તેને એવું કરતાં આપના પિતાજી પણ રોકી શકતાં નથી..!-બેફિકર
ટૂંકી વાર્તા....22
શહેરની પ્રખ્યાત કોન્વેન્ટ સ્કૂલનાં તમે પ્રિન્સીપાલ છો...'આસીમા'....! ને ખબર નહિ કેમ પણ આજે તમે ખૂબ જ વિમાસણમાં છો...અને હા...થયું છે પણ એવું જ...શહેરનું પ્રખ્યાત દંપતિ આજે એમનાં પાંચ વર્ષનાં દીકરાને ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ' એડમિશન ઇન્ટરવ્યૂ' માટે લઈને આવેલું છે..ને તમે એ છોકરા તરફ 'માતૃત્વ'નાં ભાવોથી ખેંચાતા જાઓ છો ને એ જ મૂંઝવણ આપને પરેશાન કરે છે કે આવું કેમ થાય છે..??
પણ 'આસીમા' તમે થોડાં ભૂતકાળમાં જશો તો તમને જરૂર યાદ આવશે કે બારમું ધોરણ પાસ કર્યા પછી તમારી વિધવા માઁ ની ગરીબાઈ તમને આગળ અભ્યાસ કરાવી શકે તેમ નહોતી...ત્યારે તમે એક ફર્ટિલિટી ક્લિનિકમાં તમારા 'સ્ત્રીબીજ' વેચીને આગળનાં અભ્યાસ માટે ફીની વ્યવસ્થા કરેલી...તે 'સ્ત્રીબીજ' આજે પાંચ વર્ષનું થઈ તમારી સામે આવ્યું છે ને એટલે તમારામાં એ ભાવો જાગ્યા છે...!!-બેફિકર.
ટૂંકી વાર્તા....23
કોન્વેટિયા ઇંગ્લીશમાં તે આજે 'મોમ' ને ઉતારી પાડી.! પ્રિન્સ..! 'મોમ-ડેડ' ને તારું કોન્વેટિયુ એજ્યુકેશન સાવ 'Rude' સમજે છે..પણ તને એકવાતની ખબર જ નથી..સાંભળી શકીશ?..તો...સાંભળ..
ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનાં કિંગ કહેવાતા 'પરબત શેઠ' અભણ છે..એ સાચું...પણ તારી 'મોમ' M.B.B.S. નાં ફાઇનલ યરમાં હતી..ને તારી મમ્મીનું હોસ્પિટલમાં જ તારી ડીલીવરી વખતે 'ડેથ' થઈ ગયું ..ને તારા ઉછેરની ચિંતામાં સૌનો જીવ અદ્ધર થઈ ગયો.. ત્યારે તારી મમ્મીની નાની બહેન...એટલે કે તારી માસીએ પોતાનું ભણવાનું છોડી...તારા ઉછેર માટે તારા 'ડેડ' સાથે લગ્ન કર્યા..જે આજે તારી 'મોમ' છે...અને તારા 'ડેડ'ને પોતે અભણ હોવાનો આભાસ પણ ના રહે...એટલે તે પોતે પણ 'Rude' ની જેમ રહે છે..!-બેફિકર
ટૂંકી વાર્તા..24
નીરજા આ તમારો નવમો 'શિકાર' તમારી જાળમાં હતો ને કરાટે અને કુંગ-ફુ માસ્ટર તમે એને તમારી એક જ 'કીક'થી પતાવી દેવાના હતા...!
હા..નીરજા છ મહિના પહેલાં તમારી નાની બહેન જે જગ્યાએ 'ગેંગ રેપ'નો શિકાર બની ને પોતાનો જીવ ગુમાવી બેઠી તે જ જગ્યાએ તમે તમારા દરેક 'શિકાર'નો પ્રેમજાળમાં ફસાવીને ભોગ લીધો છે..કેમ કે તમને 'પુરૂષ' શબ્દથી જ નફરત થઈ ગઈ છે....!
પણ...આજે તમારા 'શિકાર'ની એક વાતે તમને 'કીક' મારતાં અટકાવી દીધા...તેણે તેનો જમણો કાન કપાયેલો દેખાડીને જણાવ્યું કે 'છ મહિના પહેલાં એક દિવસ હું આ દરિયાકિનારાની મારી પ્રિય જગ્યાએ એકલો બેઠો હતો..ત્યારે પાંચ-સાત ગુંડાઓ એક છોકરીનું અપહરણ કરી લાવી ને અહીં તેની આબરૂ લૂંટી રહ્યા હતા...છોકરીની ચીસો સાંભળી હું તેને બચાવવા દોડ્યો...પણ તે લુખ્ખાઓએ તલવારથી મારો આ કાન કાપી નાખ્યો...ને એટલો માર્યો કે હું બેભાન થઈ ગયો..!'
તમારા 'શિકાર'ની આટલી વાતે તમને વિચારતાં કરી દીધા કે...બધા 'પુરૂષો' કંઈ ખરાબ હોતા નથી..!-બેફિકર
ટૂંકી વાર્તા..25
તને સતત સાત દિવસથી પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસરની ઓફીસે ધક્કા ખાતા એ અબ્દુલચાચા ટેક્સીવાળા જોતા હતા..શૈલજા.! અને આજે તે એમની જ ટેક્સીમાં બેસી એ પ્રોડ્યુસરનાં શહેર બહાર આવેલા ફાર્મ પર લઈ જવા કીધું..એટલે પછી અબ્દુલચાચાથી ના રહેવાયું..ને એમણે તને 'હિરોઈન' બનવાની ઘેલછા છોડી શાંતિથી બીજી કોઈ નોકરી શોધી લેવાની શિખામણ આપી..ને જવાબમાં તે શૈલજા કંઈક એવું કીધું કે અબ્દુલચાચાએ ગાડી સડસડાટ પેલા ફાર્મ તરફ ભગાવી..!
ને બીજે દિવસે અબ્દુલચાચા હરખાતાં-હરખાતાં ન્યૂઝપેપરની હેડલાઈન વાંચતા હતા..'પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યુસરનાં 'સેક્સ રેકેટ'નો પર્દાફાશ...હજારો છોકરીઓનાં જીવન બચાવનાર સી.બી.આઈ. ઇન્સ્પેક્ટર 'શૈલજા સંન્યાસી'ને લાખો સલામ...! -બેફિકર
Comments
Post a Comment