ટૂંકી વાર્તા..85
ટૂંકી વાર્તા...
રોજ સવારે તું વૉકિંગમાં નીકળતી તરાના ! ત્યારે એ તને સામો મળતો..પોતાના ડોગ સાથે..ને તારા દિલની ઘંટડીઓ વાગી ઉઠતી..એટલો સુંદર અને સુદૃઢ શરીર ધરાવતો યુવાન તે કદી જોયો જ નહોતો...જાણે 'કામદેવ'નો અવતાર..! પણ તે તો તારી સામે નજર પણ ન નાખતો ને પસાર થઈ જતો..બાકી તું પણ કંઇ ઓછી સુંદર ન્હોતી..!
આખરે આજે તે નક્કી કરી લીધું ને સવારમાં જ તેની સામે જઈ કહી દીધું..'આઈ લવ યુ..! વીલ યુ મૅરી મી..?' ને યુવાને જવાબ દીધો..'યા... સ્યોર..બટ આઇ એમ બ્લાઇન્ડ... મીસ..મને આંખો છે પણ 'વિઝન' નથી..આ ડૉગ જ આખો દિવસ મને સંભાળે છે..' ને તરાના તમે એ 'કામદેવ' સામેથી હળવેથી ખસી ગયા..! તો એ મનોમન હસી પડ્યો..ને બોલી ઉઠ્યો..'રૂપની પૂજારણ'..!-બેફિકર
Comments
Post a Comment