ટૂંકી વાર્તા..87

ટૂંકી વાર્તા..
       સુગંધા..આખરે આપની શંકા સાચી પડતી હોય એવું આજે લાગ્યું..સૂરજ અડધી રાતે પથારીમાંથી ધીમેથી ઉભો થઇ ચૂપચાપ મેઈન દરવાજો ખોલીને બહાર નીકળ્યો..તમે પણ દબાતા પગલે એનો પીછો ચાલુ કર્યો.. મનોમન વિચાર્યું કે આજે તો પેલી કુલટા અને સૂરજને રંગેહાથ પકડી જ પાડુ..ધીમેથી સૂરજ એની ઝૂંપડીમાં ઘૂસ્યો ને તમે ઝૂંપડીમાં પડેલી તિરાડોમાંથી અંદરની જાસૂસી કરવા લાગ્યા..
        સૂરજે એક સો-સોની નોટોનું બંડલ કાઢ્યું ને પેલી 'કુલટા'નાં હાથમાં આપ્યું..આપ બહાર ઉભા-ઉભા ગુસ્સાથી સળગી ગયા..પછી સૂરજ ખાટલામાં સુતેલી એક કૃશકાય વૃદ્ધાની પાસે બેસી એનાં પગ દબાવવા લાગ્યો..આપ ગુસ્સો છોડી અચરજમાં ડૂબી ગયા..આપને કશું ન સમજાયું..તો આપ ઝૂંપડીના બારણાને ધક્કો મારી અંદર પહોંચી ગયા ને સૂરજને પૂછી લીધું..'સૂરજ ! આ બધું  શું છે?'
          સૂરજે જવાબ આપ્યો..'સુગંધા..તું આવી જ ગઈ છે તો હવે જાણી પણ લે..આ વૃદ્ધા મારી મા છે અને જેને તું 'કુલટા' સમજે છે એ મારી બહેન..! મારા પિતાજીએ પોતાનાં શંકાશીલ સ્વભાવને કારણે મારી મા અને બહેનને ઘરમાંથી કાઢી મુકેલા તો ઘણા વર્ષોની મહેનત પછી હું એમને શોધી શક્યો છું..ને મારી ફરજ પુરી કરી રહ્યો છું...ત્યારે સુગંધા આપ એટલું જ બોલ્યા..'સૂરજ..! ચાલ બા અને  બહેનને આપણા ઘરે જ લઈ લે..!-બેફિકર

Comments

Post a Comment

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112