ટૂંકી વાર્તા...92

ટૂંકી વાર્તા...
           નિસર્ગ..! આજે  બાર વર્ષનો તરુણ છે...પણ..મા-બાપનો પત્તો નહિ ને ગામમાં પણ કોઈને કશી ખબર નહિ..એકાદ વર્ષનો હશે ને ગામના રેલવે સ્ટેશન પરથી મળી આવેલો..હા..એક નામ પોતાની સાથે લાવેલો.. કેમ કે,જ્યારે ગામમાં આવી ચડ્યો ત્યારે હાથે છુંદણું હતું...'નિસર્ગ'..!  ઘણી તપાસ કરી પણ કંઈ મેળ પડયો નહિ તો ગામનાં શિક્ષિકા જ્યોતિબેને પોતાને આશરે રાખેલો ને ખૂબ લાડકોડથી ઉછેરેલો.આ નિસર્ગ,જ્યોતિબેન અને આખું ગામ એક દિવસ વિમાસણમાં મુકાઈ ગયા..
                    ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે જિલ્લા કલેકટરશ્રી અરુંધતી મેડમ આવેલા ને અચાનક એમનું ધ્યાન નિસર્ગના હાથ પર પડ્યું..તો 'બેટા.. બેટા..' કરતાં દોડીને નિસર્ગને ભેટી પડ્યા ને આંખોમાં તો જાણે શ્રાવણ-ભાદરવો.! મેડમ થોડા શાંત પડ્યા ત્યારે તેમણે સૌને વાત કરી કે જ્યારે તેઓ પાસેનાં રાજ્યમાં નવાં-નવાં કલેકટર તરીકે જોડાયા ત્યારે નિસર્ગ જન્મેલો ને 'ટેટુ'નાં શોખીન એવા મેડમે નિસર્ગના હાથે નિસર્ગના નામનું 'ટેટુ' કરાવેલું.કડક હાથે કામ લેનાર અને ભ્રષ્ટાચારના વિરોધી એવા અરુંધતી મેડમને ત્યારે ત્યાંના માફિયા લોકો સાથે વાંધો પડેલો ને એ વાંધાનો ભોગનિસર્ગ બનેલો...ત્યારે ગુમ થયેલો આ નિસર્ગ આજે મેડમને પાછો મળ્યો પણ છતાં ન મળ્યા બરાબર જ..કેમ કે, હવે નિસર્ગ જ્યોતિબેનને છોડીને જવા તૈયાર ન્હોતો..!- બેફિકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112