ટૂંકી વાર્તા..95
ટૂંકી વાર્તા...
ઘનશ્યામસિંહ..આપની ટેક્સીમાં બેઠેલા એ નવયુવાન કપલની હિલચાલ આપને થોડી શંકાશીલ લાગી.એટલે આપ થોડા સતર્ક થઈ ગયા.એમાંય એમણે કારને શહેરનાં જાણીતાં મંદિર તરફ લઈ જવા કહ્યું.આપે ઈરાદાપૂર્વક કારને ટ્રાફિકવાળા રોડ પર લીધી અને કાર ચલાવતાં-ચલાવતાં કાન પાછળની સીટ તરફ રાખ્યા.કપલની ભાષા 'કાશ્મીરી' હતી પણ આપ માટે એ જરાય અજાણી ન હતી કેમ કે, આપ છ માસ પહેલાં જ ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત થયા છો અને છેલ્લા 10 વર્ષ તો આપ કાશ્મીરમાં જ ડ્યુટી પર હતાં તો આપ સંપૂર્ણ વાત અને પ્લાન સમજી ગયા.આપમાં રહેલો સૈનિક તરત જ આળસ મરડીને બેઠો થયો ને કારને ધીમેથી પોલીસ સ્ટેશનમાં લઈ લીધી અને શહેરમાં ઘુસેલા ખતરનાક આતંકવાદી કપલથી હજારો નિર્દોષ લોકોને બચાવી લીધા.-બેફિકર
Comments
Post a Comment