ટૂંકી વાર્તા...98
ટૂંકી વાર્તા...
સુહાના ! ચાલીસ વર્ષની જિંદગીમાં આપને પહેલીવાર ડર લાગ્યો..હા..આજે આપ મોર્નિંગ વૉકમાંથી પાછા ફરતા હતા ને ત્યારે અચાનક આપે પાછળ જોયું ને આપ હૃદયનો ધબકારો ચુકી ગયા..હા.. પાછળ જાણે આપનો દિવાનો કે જે આપની જિંદગીમાં વીસ વર્ષ પહેલાં આવેલો તે 'સેમ' આવતો હોય તેવું જ લાગ્યું...પણ આપ અત્યારે ચાલીસના છો અને તે તો હજી એવડો ને એવડો..વીસ વર્ષનો..! અને વળી આપની નજર સામે જ એ બાઇક સ્ટંટ કરવા જતાં બાઇક પરથી ફસડાઈ જતા મોતને ભેટેલો..! એ...અત્યારે આપની પાછળ...!!
પણ..સુહાના..ડરો નહિ...એ 'સેમ' નહિ..સેમનો દીકરો છે..!! 'સેમ' તો ફક્ત આપની મુગ્ધાવસ્થાનો ફાયદો લેનારો 'પ્લેબોય' જ હતો..ને આપને 'મેરેજ' પછીની લાઈફના સપનાં દેખાડનારો એ પહેલેથી જ પરણેલો હતો ને ત્યારે એને છ માસનો દીકરો પણ હતો..જે અત્યારે આપની પાછળ ચાલ્યો આવે છે..!-બેફિકર
Comments
Post a Comment