ટૂંકી વાર્તા..105

ટૂંકી વાર્તા..
         તારી ચાલીમાં એક નવું ફેમિલી રહેવા આવ્યું..ચંદ્રિકા ! ને એનાં સાતેક વર્ષના દીકરાને જોઈ તું ચોંકી ઊઠી..અરે..એનો જમણો કાન  બરાબર એવો જ હતો..લાલ લાખાવાળો..!ને તે કંઈક નક્કી કર્યું..ધીરે-ધીરે એ નવાં ફેમિલીની કંઇક ઉદાસ રહેતી સ્ત્રી સાથે સંબંધ વધાર્યો..ને જ્યારે તમારી વચ્ચે પાકા 'બહેનપણાં' થઈ જતા તે હળવેથી  પૂછી લીધું..'હે બહેન ! આ તમારા છોકરાને કાને શું છે ?'
   ને એ બોલી પડી..' શું કહું બહેન..! જુઓને આ છોકરાને લીધે જ બધી મોકાણ થઈ હોય,તેવું લાગે છે.અમારે પેલા બહુ સારું હતું.એક કરોડનો તો બંગલો હતો ને ધંધો પણ બહુ સારો.રૂપિયા ક્યાં નાખવા એનો સવાલ હતો. તો જ્યારે હું ત્રીજી વાર પ્રેગનન્ટ થઇ તો બે દિકરીઓથી મૂંઝાયેલા તમારા ભાઈએ દીકરાના મોહમાં પૈસાના જોરે હોસ્પિટલમાં કંઈક સેટ કર્યું ને મને જે'દિ દીકરી અવતરી તો તરત જ હોસ્પિટલના સ્ટાફે કોઈક અભાગીના દીકરા સાથે અદલ-બદલ કરી નાખી ને જાણે અમારી 'લક્ષ્મી' ગઈ.! તે દિવસથી કઠણાઈ બેઠી છે.બસ એટલું જ યાદ છે કે એ 'લક્ષ્મી'ને જમણા હાથની ટચલી આંગળી નો'તી.!'
         ને ચંદ્રિકા..તું તરત રડી પડી..'બહેન ! એ અભાગી હું જ છું..તે દિવસે મે બધાને કેટલુંય કીધું કે મારા બાળકને જમણે કાને લાલ લાખું હતું ને એ દીકરો હતો..પણ કોઈ માન્યું જ નહીં..ને મારો દારૂડિયો પતિ મને સમજાવતો જ રહ્યો કે ના આ દીકરી જ આપણી છે.!તમારી 'લક્ષ્મી' મારી પાસે છે બહેન..!-બેફિકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112