ટૂંકી વાર્તા..108

ટૂંકી વાર્તા...
      ગામ આખામાં સોપો પડી ગયેલો.ટોળે વળેલું લોક પણ થર-થર કાંપતું હતું..નક્કી આજે કંઇક નવા જૂની થશે એ ભયે કોઈ આંખનો પલકારો પણ મારતું નહોતું..! ગામનાં મુખી હુકુમસિંહ ભરી બંધુક તાકીને ઉભા હતા ને આરોપી હતો મુખીનો ત્રીસ વર્ષનો દીકરો.! પહાડ જેવડી કાયાનો માલિક ગરીબ ગાય જેવો થઈ જીવતદાન માંગતો હતો... આરોપ હતો ગામની દીકરી પર બળાત્કારનો.! ને એ વળી પાછી 'બેજીવી' બનેલી..!
          મુખી હુકુમસિંહનો ન્યાય એટલે કોઈનેય નહિ અન્યાય.! ધડામ દઈને મુખીએ બંધુકનો ઘોડો દબાવી દીધો..ટોળું ગભરાટમાં આંખો મીંચી ગયું..ને કળ વળતા સૌએ જોયું કે,મુખી નિશાન ચુકી ગયા હતા ને કારણ હતું મુખીનાં દીકરાની વહુ.!હા..વહુએ દોડી આવીને મુખીને ધક્કો મારી દીધેલો..ને..એ પછી બે હાથ જોડી એણે મુખીને કહ્યું..'બાપુજી..આજ સુધી 'ડેલી' ની આબરૂ રાખીને બોલી નથી..પણ આજે મારો ચુડલો નંદવાય એવી ઘડી આવી છે તો સાંભળી લ્યો..હું પરણીને  આવી એને આજે દસ વરસ થયા..બાપુજી.! હજી સુધી હું ડેલીને વારસદાર નથી આપી શકી..કેમ કે, આ તમારો દીકરો 'પુરુષ' માં જ નથી..! બળાત્કાર તો શું ખાક કરવાનો.!'-બેફિકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112