ટૂંકી વાર્તા...111
ટૂંકી વાર્તા...
અરે ! આ તો એ જ અવાજ ! આપ ચોંકી ઉઠ્યા..સૂરીલી.! અવાજ એ જ...શરીરનો બાંધો પણ એ જ..હાઈટ પણ એ જ..અરે..ટોટલ બોડી લેંગ્વેજ..એટલે મલ્હાર જ..પણ તો જુદું શું ? જુદો પડે છે ફક્ત ફેઈસ..સુંદર ગૌર વર્ણો અને કુતુહલ ભરેલી આંખો એટલે મલ્હાર..! ને ઝીણી-ઝીણી આંખો ને શિળીનાં ડાઘા-ડુઘીવાળો આ આર્ટિસ્ટ..ના..આ મારો મલ્હાર ન હોઈ શકે..આપે મન મનાવ્યું..પણ તોયે વિચારો તો ચાલતાં રહ્યા..જે આપને વીસ વર્ષ પાછળ લઈ ગયા..સૂરીલી..!
એ વીસ વર્ષની પૃષ્ઠભૂમિ પર ઉભરી આવી...એક યુવાન અને મોજીલી સિંગર-જોડી.! 'સૂરીલી-મલ્હાર'.! શહેરનાં પ્રખ્યાત અને ગઝલનાં શહેનશાહ..! આ આપની જોડીને જાણે કોઈની નજર લાગી ગઈ..એક રાતે મલ્હારનું બાઇક, મલ્હારની બોડી સાથે સળગી ગયેલું મળી આવ્યું.પોલીસે અકસ્માત નોંધી કેસ ફાઇલ કર્યો..ને..તે પણ જિંદગીના પાંચ વરસ એકલવાયા વિતાવી..વડીલોની સલાહ માનીને આખરે શહેરનાં વિધુર ઉદ્યોગપતિ સાથે 'રી-મેરેજ' કરી લીધા ને એમનાં જન્મદિનની પાર્ટીમાં તે મલ્હારની યાદ મનોમન તાજી કરવા 'ગઝલ-સંધ્યા'નું આયોજન કરેલું ને આ આયોજને તને મેળવી આપ્યો..ફરીથી એ જ મલ્હાર.! પણ બદલાયેલા ચહેરા સાથે.!
હા..સૂરીલી..એણે રજૂ કર્યું..'નામ ગુમ જાયેગા..ચહેરા યે બદલ જાયેગા..મેરી આવાઝ હી પહેચાન હૈ..ગર યાદ રહે..'...ને તમે પગથી માથા સુધી ધ્રુજી ઉઠ્યા..ને દોડીને સ્ટેજ પર ચડી ગયા..'મલ્હાર..! તારા વિના બીજું કોઈ આ ગઝલ આ રીતે ગાઈ શકે જ નહીં.! બોલ..મલ્હાર...બોલ.!' ને મલ્હાર આખરે બોલી ઉઠ્યો..'હા..સૂરીલી.! તું સાચી છે..હું મલ્હાર જ છું..મારી સટ્ટો રમવાની કુટેવને કારણે લાખો રૂપિયાનું કરજ થઈ ગયેલું ને આખરે એમાંથી છૂટવા મેં પોતે જ એક દારૂડિયાને મારા કપડાં પહેરાવી,મારા જ એક્સીડેન્ટનું નાટક કરી,તને છેતરી..તારી જિંદગી બગાડી ને દારૂડિયાનું ખૂન કર્યું..ને સર્જરીથી મારો ચહેરો બદલ્યો..મને માફ કરીશ સૂરીલી?'
ને સૂરીલી આપે મોબાઈલ કાઢી તરત જ પોલીસ કન્ટ્રોલ રૂમ ફોન લગાવ્યો...ને બોલી..'મલ્હાર..હું ભૂખી રહીને..એક સાડીમાં પણ જિંદગી કાઢી શકું..કાશ...તે મને કીધું હોત..! પણ હા...મલ્હાર..હું એક 'ક્રિમિનલ' સાથે તો ન જ જીવી શકું..!' -બેફિકર
Comments
Post a Comment