ટૂંકી વાર્તા..117
ટૂંકી વાર્તા...
અખિલેશકુમાર..રોજ સાંજે ઓફિસથી છૂટીને શહેરનાં પ્રખ્યાત વિનાયક મંદિરે દર્શન કરવાનો આપનો નિયમ..દર્શન કરી આપ મંદિરનાં પ્રાંગણમાં શાંતિથી બેસતાં.થોડા દિવસથી આપને આ પ્રાંગણમાં કંપની આપવા વાળું કોઈ મળ્યું છે...અને તે છે સોળ-સત્તર વર્ષની હોય એવડી એક છોકરી..અતિ બોલકી..અરે..'વાતોડિયણ' જ કહોને..!વાત-વાતમાં એણે એ પણ જાણી લીધેલું કે,આપ ઉંમરનું પિસ્તાલીસમું પગથિયું વટાવી ચુક્યા છો ને એકલવાયી જિંદગી વિતાવી રહ્યા છો..કેમ કે,આપે લગ્ન જ નથી કર્યા..હા... લગ્ન કેમ ન્હોતા કર્યા એ આપે છૂપું રાખેલું..
ને ત્યારથી એ 'વાતોડિયણ' રોજ કોઈપણ બહાને લગ્નની વાત કાઢી,આપને એકલવાયી જિંદગીનાં ગેરફાયદા ઓ સમજાવી લગ્ન કરી લેવા સમજાવી રહી છે ને આપને પણ એની વાત સાચી લાગવા લાગી છે..અને જ્યારે એ 'વાતોડિયણે' આપને એવું કહ્યું કે,'મારી બાજુમાં જ આપની જેમ લગ્ન ન કરવાની જીદ લઈ બેઠેલા એક બહેન રહે છે,મેં એમને પણ મનાવ્યાં છે,જો આપ કહેતા હો તો આપની સાથે એક વાર મેળવું..' ત્યારે આપે પણ એની વાત સ્વીકારી આવતીકાલે આપનાં ઘરે એ 'વાતોડિયણ' અને એ સ્ત્રીને મળવા બોલાવ્યા છે...
અને..રવિવારે 'વાતોડિયણ' આપના ઘરે એ સ્ત્રીને લઈને આવી..એને જોઈને જ આપ ચોંકી ગયા..'અરે..! સલમા તું..!! અને એ 'વાતોડિયણ' બોલી ઉઠી.'હા..એ સલમા અને હું 'અખિસલા'...આપ મને કહેતા ને તારું નામ અજીબ છે..'અખિસલા'.! તો એ છે સલમા અને અખિલેશની યાદ..મારી માં સાથેનાં પ્રેમમાં જ્યારે મારો વિકાસ મારી માંના પેટમાં થવા લાગ્યો ત્યારે આપને હિન્દૂ-મુસ્લિમ ધર્મ યાદ આવ્યો..ને સમાજનાં ડરથી સલમાને એમને એમ છોડી આપ ભાગી નીકળ્યા..પણ સાચા પ્રેમનાં કારણે આપ કોઈ બીજી સ્ત્રીને જીવનમાં સ્થાન આપી શક્યા નહી..એવું જ મારી માંનું છે..એણે પણ આજ સુધી કોઈ પુરુષને પોતાનો બનાવ્યો નથી..હવે ઈશ્વર કહો કે ખુદા..ફરીથી હિંમત બતાવવાનો સમય આવ્યો છે..બોલો..મારી માં સાથે લગ્ન કરશો ? -બેફિકર
Comments
Post a Comment