ટૂંકી વાર્તાઓ..71 થી 75
ટૂંકી વાર્તા...71
ઉસ્તાદો કે ઉસ્તાદ ગઝલસમ્રાટ મીર હસનનાં તમે શાગીર્દ.. સારંગી..! અને હા..નામ તમારું સારંગી ને કામ પણ સારંગી વગાડવાનું જ..આપ જ્યારે સારંગી પર આપની કોમળ આંગળીઓ ફેરવતાં તો ઓડિયન્સ મદહોશીમાં ખોવાઈ જતું..લોકો મીર હસનને નહિ પણ આપની સારંગી સાંભળવા જ આવતાં પણ આજે તમે શરૂ કાર્યક્રમમાં અચાનક ગૂંચવાઈ ગયા જાણે આંગળીઓને 'પેરેલીસીસ' થઈ ગયો..સુર ખોટા થવા લાગ્યાં..મીર હસને પણ એકાદ-બે વાર આપની સામે જોયું..ઓડિયન્સમાં પણ ચણભણાટ શરૂ થઈ ગયો..પણ કોઈને ખબર નથી કે આમ કેમ થયું? હા..માત્ર આપ જ જાણો છો સારંગી.!
સારંગી..ઓડિયન્સમાં તમે રૂપકને જોઈ ગયેલાં.. એ રૂપક કે જે તમારો સારંગી શીખવનાર ગુરુ હતો...ને એક દિવસ તમે રૂપકને મજાક-મજાકમાં કિધેલું..'ગુરૂજી..! આપ આટલી સુંદર સારંગી વગાડો છો..તો તમારું નામ જ દુનિયામાં રહેવાનું....અમારું નામ તો ક્યારેય નહીં થાય ને..!'
ને રૂપકે એ દિવસે તારી સામે જ પ્રતિજ્ઞા લીધી..'સારંગી..! જા વચન છે..આ રૂપક આજ પછી ક્યારેય સારંગીને હાથ નહિ લગાડે..!' -બેફિકર
ટૂંકી વાર્તા...72
A.C.P. ત્યાગરાજ... આજે આપ ખૂબ જ 'Excite' હતા..હા.. આપના બાતમીદારે આપેલી ચોક્કસ 'Information' મુજબ આજે આપે 'Operation' સેટ કરી દીધેલું..એટલો સજ્જડ પ્લાન હતો કે શહેરમાં આવેલું ચકલુંય બહાર નીકળી શકે એમ ન્હોતું...
ને સાંજ પડતાં જ એ ઘડી આવી પહોંચી..'Information' મુજબની બ્લેક સફારી કાર આપે રોકી ને અંદર બેસેલા 'શાર્પશૂટર'ને દબોચી લીધો..જે 'શાર્પશૂટર' ને આજ સુધી કોઈએ જોયો ન્હોતો એ તમારા હાથમાં હતો..ને અચાનક એ શૂટરે પહેરેલાં 'લૉકેટ' તરફ આપનું ધ્યાન ગયું..ને આપે એ 'શાર્પશૂટર' ઉપરની પકડ સ્હેજ ઢીલી કરી ને એ ભાગી ગયો.!
એવું તો શું જોયું આપે ત્યાગરાજ ? તો એના 'લૉકેટ'માં તમે એ સ્ત્રીનો ફોટો જોઈ ગયા કે જેની દયાથી આપ એક ગરીબ વિધવા મા ના પુત્ર હોવા છતાં આજે અહીં સુધી પહોંચ્યા..હા એ સીમા આન્ટી નો ફોટો હતો કે જેણે તમારા અભ્યાસનો પૂરો ખર્ચ ઉઠાવેલો...ને તમે એકવાર કારણ પૂછ્યું તો એમણે કીધું,'બેટા..! આજે જો મારો રાજુ હોત તો તારા જેવડો જ હોત...પણ એ ભાઈબંધોની સોબતમાં ઘર છોડી 'આવારા' થઈ ગયોને ભાગી ગયો..જો એનો ફોટો..જો એણે મારા ફોટાવાળું 'લૉકેટ' પહેરેલું છે..!'-બેફિકર
ટૂંકી વાર્તા...73
ધ્રુજતા અવાજે...મા..એ દીકરાને કીધું..'બેટા ! જરાક મારા દવાના ડબ્બામાં જોઈ લે ને..થોડીક દવા ખાલી થઈ ગઈ લાગે છે ને અમુક જૂની..!'
દીકરો ત્રાડુક્યો..'ખબર નથી પડતી..મારે ઉતાવળ છે....વૃદ્ધાશ્રમમાં અમારા ગૃપ તરફથી ફ્રી દવા આપવાનો પ્રોજેકટ છે..આજે સમય નથી મારે..!' -બેફિકર
ટૂંકી વાર્તા...74
રાતનો એકાદ વાગ્યો હશે..આપ નાઈટ શિફ્ટ પતાવી ઘર તરફ જતાં હતાં..પ્રયાગ..ને આપને કોઈ નાનકડું બાળક રડતું હોય તેવો અવાજ સંભળાયો..આપ સાઇકલ પરથી નીચે ઉતરી એ તરફ ગયા..જઈને જોયું તો ગાભામાં વીંટળાયેલું તાજું જન્મેલું બાળક હતું..આપ ખૂબ નાજુકાઈથી તેડી એને ઘર સુધી લઈ આવ્યા..ને હજી તો પત્નીને કંઈ વાત કરો એ પહેલાં તો સાયરન વગાડતી પોલીસવાન આવી પહોંચી ને બાળકના અપહરણ બદલ આપની ધરપકડ કરી..આપ તો હક્કા-બક્કા રહી ગયા..આપની કોઈ વાત પોલીસે સ્વીકારી નહિ ને સઘળું 'સ્ટોરી'માં ખપાવી દીધું..!
પણ..પ્રયાગ..આ આપને ન સમજાય એવું 'સેટીંગ' આપના મિલ-માલિક અને પોલીસનું છે.! કેમ કે આપ મિલમાં નવા નવા જોડાયેલા હોવા છતાં 'યુનિયન લીડર' બની..મજદૂરોના હક માટે લડત ચલાવતા હતા..-બેફિકર
ટૂંકી વાર્તા..75
પડોશીઓ પણ ગભરાઈ જતા તારું એ રૌદ્ર સ્વરૂપ જોઈને..! હા..તેઓને તારા એ પાંચ વર્ષના 'રાજા'ની દયા આવતી,જ્યારે તું એને ઢોર માર મારવા લાગતી..! સૌ 'રાજા'ની દયા ખાતા પણ તને કે તારા પતિને કોઈ કશું કહેવાની હિંમત કરતા નહિ...કેમ કે,તમારું બન્નેનું રૌદ્ર સ્વરૂપ રાજા માટે સમાન જ રહેતું...લોકો વિચારતાં રહેતાં કે આટલો ગુસ્સો નાના બાળક પર...!
પણ...તું અને તારો પતિ બન્ને ભૂલી ગયા છો કે જ્યારે લગ્નનાં તેર વરસે પણ સંતાન ન્હોતું ત્યારે ડૉક્ટરની સલાહ મુજબ તમારા બન્નેથી સંતાન શક્ય ન્હોતું તો 'સરોગસી' દ્વારા 'રાજા' મેળવ્યો છે ને હવે તમે 'Psychopath' બની આ ક્યાં અમારું છે ? એવી નબળાઈનો ભોગ એ નાનકડા બાળકને બનાવો છો..! -બેફિકર
Comments
Post a Comment