ટૂંકી વાર્તા

ટૂંકી વાર્તા...
        શેરીમાં કૂતરીને રડતી સાંભળી તને શહેરનાં પ્રખ્યાત ફર્ટિલિટી સેન્ટરમાં સૂતાં-સૂતાં ચિંતા થઈ રૂપા..! તારા મૂંગા રુદનનો તે જાણે પડઘો પાડતી હોય એવું તને લાગ્યું..! તે તારા પતિ સામે જોયું તો એ 'દારૂડિયો' ખૂણામાં ટૂંટિયું વાળીને પડ્યો હતો..આખરે કુતરીનું રુદન સહન ન થતા તે તારી સાત વર્ષની છોકરીને બહાર જઇ કુતરી શું કામ રડે છે તે જોવા જવાનું કીધું...છોકરીએ વળતાં સમાચાર આપ્યા કે,'માં...એનું ગલુડિયું કોઈક ચોરી ગયું..!' ને પથારીમાં સૂતાં-સૂતાં તે વિચાર્યું ...એણે પણ 'કૂખ ભાડે' આપી હશે..!-બેફીકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112