ટૂંકી વાર્તા

*ટૂંકી વાર્તા*
રેવતી...તું આજે બરાબર અકળાયેલી છે અને તે આજે મનોમન નક્કી જ કરી લીધું છે કે,'આજે તો પૂછી જ લેવું છે...કેમ મારો પીછો કરો છો રોજ? હું વિધવા છું એટલે મને એકલી જાણીને પરેશાન કરો છો...?' પણ રેવતી તું થોડી સાચી અને થોડી ખોટી છે એટલે કે તારી હકીકત સાચી છે કે એ તારો રોજ પીછો કરે છે પણ એ કલ્પના ખોટી છે કે તું વિધવા છે એટલે એ તારો પીછો કરે છે..! વાસ્તવમાં એને તું વિધવા છો એ ખબર પણ નથી..ને તારો પીછો કરવાનું કારણ તું નથી પણ તારી એ પાંચ વર્ષની નાનકડી દીકરી છે..! હા... રેવતી એની પત્ની અને તારી દીકરી જેવડી જ અને એના જેવી જ દેખાતી એની દીકરીનું આશરે એકાદ વર્ષ પહેલાં એક ટ્રેન અકસ્માતમાં મોત થયું છે..અને તે દિવસે બજારમાં તારી આંગળીએ તારી દીકરીને જોઈ ત્યારથી એ એની એક ઝલક જોવા જ તારી પાછળ-પાછળ આવે છે...!-બેફીકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112