ટૂંકી વાર્તા
*નૅમપ્લેટ*
જીવિશા... તારો પતિ એટલે કે સુદત્ત ત્રિપાઠી પોતાની કારકુનીની નોકરીમાં મળે એટલી લૉન લઈને તારા માટે એક નાનકડું પણ સુંદર મકાન બનાવી રહ્યો છે જે લગભગ પૂર્ણ થવાના આરે છે ત્યારે એ તારી ભાષામાં 'હરખઘેલો' ને મારી ભાષામાં 'બિચારો' આજે એ મકાનની 'નૅમપ્લેટ' માટે ત્રણ-ચાર જાતની ડિઝાઇન પોતાના ઓફીસ કોમ્પ્યૂટરમાં બનાવી લાવ્યો છે..જેમાં નામ છે...જીવિશા સુદત્ત ત્રિપાઠી...તને પોતાને એક-બે ડિઝાઇન ગમ્યા છતાં તે તમામને 'રિઝેક્ટ' કરી છે..! જેથી સુદત્ત નવી ડિઝાઇન કરી લાવીશ તેવી ખાતરી સાથે તારી 'ફેશનેબલ' અદાને જોતો ખુરશીમાં બેઠો છે ને તું તારા મનમાં સોસાયટીના ગેટ પર આવેલા એ કરોડોના બંગલા પર એક 'નૅમ પ્લેટ'ની રોમાંચક કલ્પના કરતી-કરતી તારા 'થાકેલા' પતિ માટે ચા બનાવી રહી છે..હા, જીવિશા એ બંગલાનાં કરોડપતિ માલિક જોય ચક્રવર્તી સાથે હમણાં-હમણાંથી તારો 'પ્રેમસંબંધ' બંધાયો છે અને તેણે ટૂંક સમયમાં જ તને 'જીવિશા જોય ચક્રવર્તી' બનાવવાની ખાતરી આપી છે...!પણ જીવિશા....તું આખરે 'જીવિશા સુદત્ત ત્રિપાઠી' જ રહેવાની છે કેમ કે, ધનિકોની સ્ત્રીઓનાં શરીર સાથે 'રમવાની' આદત તું મધ્યમવર્ગી સ્ત્રી ક્યારેય નહીં સમજી શકે...!-બેફીકર
Comments
Post a Comment