ટૂંકી વાર્તા

*એસિડ એટેક્સ*
કુમારી શૈલજા સંન્યાસી..બાહોશ સી.બી.આઇ. ઇન્સ્પેક્ટર..અઘરામાં અઘરા કેઇસીઝ જ્યારે ઉકેલવામાં મુશ્કેલી પડે ત્યારે ડિપાર્ટમેન્ટ આપને એ કેઇસ સોંપતું અને આપ એ બિનચૂક 'સોલ્વ' કરી નાખતા..આવો જ એક કેઇસ આજે આપે ઉકેલી નાખ્યો છે..શૈલજા.. પણ આપ એ કેઇસ ખુલ્લો કરવો કે અનસોલ્વ જ રાખવો એ વિમાસણમાં છો...કેસની વિગત કંઇક આવી છે..શહેરમાં રખડતાં આખલાઓ પર કોઈકે અચાનક એસિડ એટેક્સ ચાલુ કર્યા અને એમાં પણ આખલાઓ પર એક ચોક્કસ જગ્યાએ જ એસિડ ફેંકી એને 'બળદ' બનાવી દેવાની એકસરખી સ્ટાઇલના હુમલાઓથી પુરા શહેરમાં હાહાકાર થઈ ગયેલો અને જીવદયા પ્રેમીઓએ તો 'કકળાટ' મચાવી દીધેલો ત્યારે આપને સોંપાયેલ કેસ સોલ્વ કર્યો ત્યારે આપ વિમાસણમાં પડ્યા...હા.. શૈલજા જ્યારે આખલાઓ પરનાં એ અમાનવીય કૃત્ય માટે આપે શહેરનાં એક 'હિજડા'ને ગિરફ્તાર કર્યો ત્યારે એની રડતી આંખે કબૂલાત સાંભળી આપ પણ હચમચી ગયેલા...હા..એ જ્યારે યુવાની તરફ ડગલાં માંડી રહ્યો હતો ત્યારે બે આખલાઓએ લડાઈમાં એને અડફેટે લીધેલો...જીવ તો બચી ગયેલો પણ  એ યુવાન કાયમી 'હિજડો' બની ગયો..બસ એ 'વેરની વસુલાત' એ એસિડ એટેક્સથી કરે છે..!-બેફીકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112