A short Story
*કસુવાવડ*
મનસ્વી..! હા..તારું નામ...અને સ્વભાવ પણ એવો જ...ધનિક બાપની મોઢે ચડાવેલી દીકરી...ખૂબ જ ઉદ્ધત સ્વભાવ ને મનનું ધાર્યું જ કરવા વાળી, દયાવિહીન અરે નિષ્ઠુર જ કહોને..!
બધાને એમ હતું કે લગ્ન પછી ઠરશે..મનસ્વી..પણ તું તો એવી જ રહી..પોતાને સ્વાભિમાની સમજતી અભિમાની... એમ કરતાં કરતાં તારો 'ખોળો ભરાયો'..તો બધાને થયું કે...સારું હવે બાળકનાં જન્મ પછી ઠંડી પડશે..! હા...ઠંડી પડી ખરી તું મનસ્વી..! પણ બાળકનાં જન્મ પછી નહિ..એક ઘટના પછી..! હા..તું તે દિવસે હોસ્પિટલમાં પ્રેગનન્સી રૂટિન ચેક અપ માટે તારી SUV લઈને સડસડાટ નીકળી ત્યારે રોડ પર એક કુતરી આડી ઉતરી..ને તે ' યુ બાસ્ટર્ડ' એવાં બબડાટ સાથે અડફેટે લીધી..દેકારો થતાં તે ગાડીમાંથી નીચે ઊતરી જોયું તો એ 'બેજીવી' કુતરીનું પેટ ફાટી જતાં....એનાં ગર્ભમાંથી નાના-નાના ગલુડિયાઓ બહાર આવી ગયેલા...અને એ દૃશ્ય જોઈ તને પણ ત્યાંને ત્યાં જ 'કસુવાવડ' થઈ ગયેલી...મનસ્વી..!-બેફીકર
Comments
Post a Comment