A Short Story...

*ગુરુદક્ષિણા*
        સત્યાર્થસિંહ અને રુદ્રદત્ત..! એક જ થાળીમાં જમતાં છેક બાળપણથી.. ને એક સાથે જ રમતાં... સત્યાર્થસિંહ ગામનાં જાગીરદાર છોટુભા દરબારનો દીકરો..ને રુદ્રદત્ત ગામનાં પ્રાથમિક શાળાનાં માસ્તર.. રેવાશંકરનો..! બંનેને પ્રાથમીકશાળામાં રેવાશંકર ભણાવે ને સાંજ પડે છોટુભા વાડીએ બંનેને નિશાનબાજી શીખવાડે..!
      એમ સમયની નિશાનબાજી આગળ વધતી ગઈ અને સમય આવ્યો ઓલિમ્પિકમાં શૂટર્સ સિલેક્શનનો.. બંને મિત્રો છોટુભાની રિવોલ્વર લઈને ઉપડ્યા....સિલેક્શન માટે..પણ આ શું ? સત્યાર્થસિંહ એક પણ નિશાન લઈ શક્યા નહિ..એમનાં બધા જ શોટ રોંગ થયા..અને રુદ્રદત્તનાં બધા જ નિશાન એને ઓલિમ્પિક માટે સિલેકટ કરાવી ગઈ..ત્યારે સાંજે..છોટુભાએ સત્યાર્થસિંહને કારણ પૂછ્યું..કેમ કે,છોટુભા જાણતાં હતા..સત્યાર્થસિંહની નિશાનબાજીને.. ત્યારે સત્યાર્થસિંહે એટલું જ કીધું.."બાપુ....સિલેક્શનની આગલી રાતે મારા ગુરુ રેવાશંકર મને મળેલા..ને મને એકલવ્યની વાર્તા સંભળાવેલી.. તો સિલેક્શન વખતે મને રુદ્રદત્તનો ચહેરો જોઈ એ વાર્તા યાદ આવી...તો આપ હવે એમ સમજો ને કે,મેં મારા ગુરુને ગુરુદક્ષિણા આપી..!"-બેફીકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112