A Short Story...
*અમાનત*
'....ના,સત્યાર્થસિંહ તમે આવું ન કરો...આમ,હિંમત ન હારો... હું છું ને...!બસ,એક કાલનો જ દિવસ છે ને..!પછી તો તમે એયને વિદેશમાં મોજ કરતા હશો..બસ એક દિ ધીરજ રાખો...છોટુભાની આબરૂનું કંઈક વિચારો..'...જેમ-જેમ રુદ્રદત્ત સમજાવે તેમ-તેમ સત્યાર્થસિંહ વધુ ને વધુ બેબાકળા-બેચેન થતાં જતા હતાં... ને મામલો હતો..સત્યાર્થસિંહનાં પ્રેમનો..અને 'બાપુ'ને પ્રેમ થયો તો ગામની છોકરી રૂપા સાથે..રૂપા હતી જાણે સ્વર્ગમાંથી ઉતરી આવેલી રૂપાળી અપ્સરા..પણ છોટુભાને રુદ્રદત્ત કહે કેવી રીતે કે..વાલ્મિકીવાસની રૂપાના પ્રેમમાં સત્યાર્થસિંહ પાગલ થઈ ગયા છે..
ને બીજા દિવસે સવારે આખા ગામમાં દેકારો થઈ ગયો..રેવાશંકરનો રુદ્રદત્ત 'રૂપલી'ને લઈને ભાગી ગયો..ને આ ચર્ચાને ચોક મળ્યો...છોટુભાની ડેલીએ.. છોટુભાના દીકરા સત્યાર્થસિંહ વિદેશ અભ્યાસ માટે જઈ રહ્યા છે તો આખુ ગામ ત્યાં શુભેચ્છાઓ દેવા એકઠું થયેલું ને 'સમાચાર' આવ્યા...લોકોએ રેવાશંકર માસ્તરના વંઠેલ દીકરા પર થું-થું કર્યુને સૌ વિખરાયા...
.............ને એ દિવસે સાંજે એરપોર્ટ પર રુદ્રદત્ત સત્યાર્થસિંહની રાહ જોઇને ઉભો હતો...સત્યાર્થસિંહ આવી પહોંચતા રુદ્રદત્ત રૂપાનો હાથ સત્યાર્થસિંહના હાથમાં સોંપી બોલ્યો...'લ્યો..બાપુ..! સંભાળો આપની 'અમાનત'..! ને બંને મિત્રો ભેટી પડ્યા..ને રૂપા એ 'પ્રેમ'ને પણ જોઈ રહી..!-બેફીકર
Comments
Post a Comment