A Short Story
*મગર ઇસ બાર....તુમ્હી આના...!*
'તેરે જાને કા ગમ,ઔર ન આને કા ગમ,
ફીર જમાને કા ગમ...ક્યા કહે....
રાહ દેખે નઝર,રાતભર જાગકર,
પર તેરી તો ખબર ના મીલે,
બહુત આઇ ગઈ યાદે,
મગર ઇસ બાર તુમ્હી આના...'....હા... મરજાવાં..ના..આ સુંદર ગીતને ખુશમિજાજ સાથે ગણગણતી હતી તારી મૉમ... પાયલ..ને એને આટલા સુંદર મૂડમાં જોઈ તું પણ ખુશ હતી...તિક્ષા..! અને કેમ ન હો...કેમ કે તારી મૉમ પાયલ હતી તો એકદમ મોર્ડન...બધી જ એક્ટિવિટીમાં,સ્પોર્ટ્સમાં,ગેઇમ્સમાં ,કવિઝમાં, ડ્રામામાં એમ બધી જગ્યાએ જાણે તારી મોટી બહેન હોય.. એમ તારી સાથે છેક નાનપણથી ખભે-ખભો મિલાવી એ ઉભી રહી છે..હા, તને એણે પોતે 'સિંગલ મધર' છે એવો અહેસાસ પણ નથી થવા દીધો કે આજ સુધી તે પણ તારા 'ડૅડી' વિશે નથી કંઈ પૂછ્યું..આટલી 'મોર્ડન' હોવા છતાં તને એનામાં કંઈ ખૂંચતું તો એ હતી એની ચુપકીદી...જે સતત તને અનુભવાતી...ને એ ચુપકીદી તોડીને આજે બહાર આવ્યું હતું....એ 'મરજાવા'નું સુંદર ગીત...!
પણ તિક્ષા તારી મૉમ પાયલની ખુશી પાછળનું કારણ પણ તું જ છે..હા...ગઈકાલે તારી હોસ્પિટલમાં જે ફકીરબાબાને તે એડમિટ કર્યા છે એ જ તારા વાસ્તવિક 'બાબા' એટલે કે પિતા છે અને તારા જન્મ બાદ હિમાલય યાત્રા દરમિયાન ભૂસ્ખલન થતાં અકસ્માતે ગૂમ થઈ ગયેલા...એ આટલા વર્ષે આ રીતે પાછા ફર્યા છે અને તારી મૉમ ગઈકાલે રાતે તને કંપની આપવા હોસ્પિટલ આવેલી ત્યારે એને જોઈ ગયેલી અને બંને એકબીજાને ઓળખી પણ ગયેલા...બસ હવે એ લોકો તને જાણ કરવાની રાહ જુએ છે...ડૉ.તિક્ષા..!-બેફીકર
Comments
Post a Comment