A Short Story...
*પ્રેમાનુબંધ*
....ને રુદ્રદત્ત એરપોર્ટની બહાર નીકળ્યો..આજે હૈયે હરખ હતો કે ભાઈ જેવા ભાઈબંધને એનો પ્રેમ મેળવી આપ્યો...ને થોડો વિષાદ પણ હતો..કેમ કે,ગામમાં હવે ઊંચું માથું રાખી જીવનારા પિતાજીનો ગુસ્સો અને પોતાને કારણે નીચા જોણું થતાં એમનાં સ્વાભિમાન પર થયેલો ઘા પણ તું અનુભવી રહયો હતો..ધીમે-ઘીમે તું પગલાં માંડી રહ્યો હતો...ને હવે કઈ તરફ જવું ને શું કરવું એ વિચારોને સાથે લઈ જઈ રહ્યો હતો...ત્યાં પાછળથી તારા નામની બૂમ સાંભળી તું ઉભો રહી ગયો..રુદ્રદત્ત...ને ઝાંખા પ્રકાશમાં ઉભરતી એ માનવઆકૃતિ જોઈ,નવાઈ સાથે તું બોલી ઉઠ્યો..અરે..! રૂપા તું..?
.......ને એ માનવઆકૃતિ બોલી ઉઠી...ના,રૂપા જેવી જ દેખાતી એની હમશકલ...એનાં મામાની દીકરી..સોના..!
હા, સત્યાર્થસિંહ અને રૂપાના પ્રેમની સાક્ષી હું પણ છું...કેમ કે,હું પણ એ જ ઘરે ઉછરીને તો મોટી થઈ છું..તો જેટલા સાક્ષી તમે સત્યાર્થસિંહના પ્રેમનાં છો એટલી જ સાક્ષી હું રૂપાનાં પ્રેમની છું..ને એ પ્રેમનાં સાક્ષી બની-બનીને મને પણ પ્રેમ થઇ ગયો છે...પણ હું કશું કહી શકતી નહોતી...હવે ગામમાં તમે પાછા જઇ શકશો નહિ...એ તમે જાણો છો...ને હું હવે જવાની નથી એ હું જાણું છું...બોલો,તમારી આ 'અજ્ઞાત પ્રેમિકા'નાં પ્રેમને સ્વીકારશો..? ને...રુદ્રદત્ત તે નવાઇભર્યા હૃદય સાથે માથું હલાવ્યું...ને અંધારામાંથી વધુ બે માનવઆકૃતિ પ્રગતિ...સત્યાર્થસિંહ અને રૂપા..! ને સત્યાર્થસિંહ બોલ્યા..'ભુદેવ..! હું પણ ક્ષત્રિય છું હો...સ્વાર્થી પણું તો અમારા લોહીમાં પણ ન હોય...જો પ્રેમને પામી,કોઈના પ્રેમને મુકામે પહોંચાડ્યા વીના વિદેશ ઉડી જાઉં, તો તો મારું ક્ષત્રિયપણું લાજે..ને ચારેય જણા ખડખડાટ હસી પડયા..-બેફીકર
Comments
Post a Comment