A Short Story..

*વેદના*
      જીવી બે હાથ જોડતાં બોલી..'અરે..! સાહેબ બે હાથ જોડું છું...તમે તો મને તમારી હોસ્પિટલમાંથી 'GateOut' કહો છો..પણ મને મારા સાસરિયાઓ હવે જિંદગીમાંથી આઉટ કરી દેશે...સાહેબ..બાકી તો હું પણ ભણેલી છું...મને ખબર છે..ગર્ભમાંહેના 'જેન્ડર' ની તપાસ કરવી એ ગુન્હો છે પણ સાહેબ...મારા આ દસ વર્ષનાં લગ્નજીવનમાં જન્મેલી એ ચાર છોકરીઓ સામું જુઓ...મને એકવાર સોનોગ્રાફી કરી આપો...આખરે તો ડોકટર દેવદૂત કહેવાય છે...સાહેબ..!'
....ને આપે મનોમન કશું વિચારી લીધું..ડૉ. શાશ્વત..હા.. ને એ વિચાર અમલમાં મૂકવા તમે જીવી પાસેથી એક પ્રોમિસ લીધું કે, જીવીએ ડિલિવરી પણ આપની પાસે જ કરાવવાની..હા,તમે વિચાર્યું...જીવીને 'સાતમો' જાય છે..ને આપની પત્નિને પણ 'સાતમો'...ને એક ડોકટર હોવાનાં નાતે આપને બંનેના ગર્ભની 'જેન્ડર' ખબર છે..તો હવે આપ એ વિચાર એ રીતે અમલમાં મુકવાના છો કે, બંનેની 'ડિલિવરી' એક સમયે જ કરાવવી ને બંનેનાં બાળકોની 'અદલ-બદલ'કરી દેવી...વાહ...ડૉ. શાશ્વત..આપનું પહેલું સંતાન દીકરી હોય કે દીકરો કશો ફેર નહિ  પડે...પણ જીવીને એ 'દીકરા'થી ઘણો ફેર પડશે...!-બેફીકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112