A Short Story...

*કમલદીપ*
         નદીનાં ઘાટ પર તમે છેલ્લા ત્રીસ વરસથી રહો છો..સાધ્વી કમલદીપ..યુવાનીથી શરૂ કરીને આજે પચાસ વર્ષે પણ આપની એક જ દિનચર્યા છે...નદીનાં ઘાટ પાસે બેસવું...ને જો કોઈ યુવાન નદીમાં ઉગેલા કમળ તોડવા જાય તો અટકાવીને એને આપ આપની પાસે કરેલા કમળના ઢગલામાંથી એક કમળ આપવું..ને જો કોઈ યુવતી નદીમાં દીવો  પ્રગટાવી તરતો મુકવા જાય તો એને અટકાવી આપનું નદીમાં ઉતરીને એ દીવો મૂકવું..!
      બધા આપની આ દિનચર્યાથી સારી રીતે વાકેફ છે પણ એનું કારણ આપ એક જ જાણો છે...આપને એ દિવસ બરાબર યાદ છે જ્યારે આપ આપની કોલેજનાં છેલ્લા ચાર પીરિયડ્સ 'બન્ક' કરીને આપના પ્રેમી સુદીપ સાથે આ ઘાટ પર આવેલા ને એ સાંજે નદીમાં દીવો તરતો મુકતી વખતે તમે નદીમાં કમળ જોઈ સુદીપને કમળ તોડી લાવવા કીધેલું..ને સુદીપ એ કમળ તોડવા ગયો તે ગયો જ..બસ,ત્યારથી આપ આ ઘાટ પર જ રહી ગયા છો ને આપના પ્રેમી સુદીપની યાદમાં આપ એવી 'દિનચર્યા' માં જીવો છો...કોમલ... અરે...ક્ષમા કરજો...સાધ્વી કમલદીપ...!-બેફીકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112