A Short Story...
*સ્થિતિ*
'નિયમો ય એમના રમતો ય એમની એના ભાગ નૈ બનવાનું ભોગ બન્યા એટલું બહુ છે....'હેલ્લારો મૂવી જોતી વખતે તને આ ડાયલોગે જાણે અંદરથી હચમચાવી દીધી...મંજરી..! હા... મૂવીમાં 1975ની મંજરી ને આ પડદાની સામે બેઠેલી 2019ની મંજરી..! ફરક તને ફકત ઇસવીસનમાં દેખાણો... નહિ કે સ્ત્રીઓની સ્થિતિમાં..! ને તું તારી બાજુમાં બેઠેલી યુવતીને વળગીને રડી પડી..તેણે માંડ-માંડ તને શાંત કરી ને 'સિનેબોક્સ'માંથી બહાર લઈ જઈ બધી હકીકત જાણી..તે તું કેવી રીતે કોલેજનાં છેલ્લા વર્ષમાં હતી ત્યારે પ્રેમમાં પડી..કેવી રીતે તને તારા એ પ્રેમીએ તને ડ્રગ્સની આદત પાડી..ત્યાંથી શરૂ કરીને આજે તારો ધણી પુરા શહેરનો ડ્રગ્સ કારોબાર કેવી રીતે ચલાવે છે એ રજે-રજની માહિતી તે આપી દીધી..યુવતીએ તને હૈયાધારણ આપી થોડા દિવસ ધીરજ ધરવાનું કહી ઘરે રવાના કરી..ને થોડા દિવસોમાં જ તારા ધણીનાં પૂરા 'કારોબાર' પર પોલીસે છાપો પાડી,એની ધરપકડ કરી ને તને જાણે દોઝખમાંથી છૂટી કરી..હા..મંજરી..તારામાં હેલ્લારો મૂવી વખતે ઉપડેલો 'હેલ્લારો' તે સાચી જગ્યાએ રજૂ કરી દીધેલો...તારી બાજુમાં બેસેલી એ યુવતી જાંબાઝ સી.બી.આઈ. ઇન્સ્પેક્ટર શૈલજા સન્યાસી હતી..!-બેફીકર
Comments
Post a Comment