A Short Story
*દાન*
હોસ્પિટલની યુરોલોજીસ્ટ ડોકટર્સ ટીમ નવાઈ ભરી નજરે તમને જોઈ રહી હતી...છગનલાલ..70 વર્ષની ઉંમરે,લડખડતા પગલે ધીમે-ધીમે તમે ડૉક્ટર્સની કેબિનમાં પગ મૂકી,બંને કિડની ફેઈલ થવાથી જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા ચાલીસ વર્ષીય યુવાન માટે એક પણ પૈસો લીધા સિવાય અને પોતાનું નામ પણ જાહેર ન કરવાની અરજ સાથે પોતાની કિડની આપવા તૈયાર હતાં...!
પણ ડૉક્ટર્સને એ આપનું કાર્ય ઉપકાર લાગે છે..પણ આપને નહિ...જો એ યુવાન તે દિવસે ન હોત તો આજે તમે પણ જીવિત ન હોત એ તમે કેવી રીતે ભૂલો..છગનલાલ..! એ રાતે આપના એકમાત્ર પુત્ર અને એની વહુએ ધક્કો મારી આપને ઘરમાંથી બહાર કાઢેલા અને આપ એ આઘાતથી વલોવાઈ જઈ આખરે મોતને વ્હાલું કરવા શહેરના તળાવમાં ભૂસકો મારેલો ત્યારે આ યુવાને પોતાની પરવા કર્યા સિવાય કુદી પડીને આપને બચાવેલા અને હકીકત જાણ્યા પછી પોતાના ખર્ચે વૃદ્ધાશ્રમમાં રહેવાની ગોઠવણ પણ કરી આપેલી...!-બેફીકર
Comments
Post a Comment