A Short Story
*વેલેન્ટાઈન-ડૅ*
'ડાર્કશેડ કૉફી ડેસ્ક'નાં એ ધૂંધળા ઉજાસમાં કૉફીની ચૂસકીઓ લેતાં-લેતાં આયુષે નવ્યાને કેટલીયવારની ચુપકીદી પછી પૂછ્યું...'બોલ..નવ્યા...તું શું વિચારે છે...?'..ને નવ્યાએ કીધું..'હા... આયુષ તું જે વિચારે છે એ જ..જાન તો આવશે...જ....એ પણ આપણે નક્કી કરેલ ચૌદમી ફેબ્રુઆરીએ જ...આખરે બે પ્રેમીઓએ એક થવાનું છે યાર..! પણ મારા આંગણે નહીં તારા આંગણે..ને કન્યા વિદાય પણ થશે...એ પણ તારા આંગણેથી...!' ને બન્ને ખડખડાટ હસી પડ્યા ને એકબીજાને તાળી આપતાં બે યુવાન પ્રેમી હૈયા પોતે પોતાનું કામ ચોક્કસ પૂરું કરી 'વેલેન્ટાઈન ડૅ' ને ખાસ બનાવવાનું પ્રોમિસ કરી છુટા પડ્યા...
તમને થશે એ બે યુવા હૈયાઓ 'વેલેન્ટાઈન-ડૅ' નાં દિવસે પરણી જશે..એમાં શું? પણ મને ખબર છે,તમે નવ્યાની એ વાતથી મૂંઝાયા છો કે,જાન તો નવ્યાને આંગણે આવે,ડોલી પણ એની જ ઉઠે..પણ એ આયુષને કેમ એવું કહેતી હતી? તો,વાત જાણે એમ છે કે એ દિવસે 'ડાર્કશેડ કોફી ડેસ્ક'નાં એ ડાર્કશેડમાં બીજા બે પ્રેમીઓનાં ઉત્તમ પ્રેમને અચાનક જોઈ ગયેલા..હા, વીસ વર્ષોથી વિધવા જીવન જીવતી આયુષની મમ્મી અને પચીસ વર્ષોથી વિધુર નવ્યાના પપ્પા એકબીજાના ગળા-ડૂબ પ્રેમમાં છે...એ આ જુવાન હૈયાઓએ પારખી લીધેલું ને પોતાનાં પ્રેમનું બલિદાન આપી આ 'વેલેન્ટાઈન-ડૅ' એ પ્રેમીઓ માટે યાદગાર બનાવવાનું પ્રોમિસ આપી છુટા પડેલા..!-બેફીકર
Comments
Post a Comment