A Short Story...
*પઝલ્સ*
રોજ સવાર પડ્યું નથી કે એ તમારે ત્યાં આવી પહોંચતી કોઈને કોઈ પઝલ લઈને..પ્રો.સિધ્ધાંતકુમાર..! હા, એ જ તો જે હમણાં તમે નવા રાખેલા ફ્લેટની બરાબર સામેનાં ફ્લેટમાં જ રહે છે..પોતાના દસેક વર્ષનાં દીકરા સાથે એકલી...સર્વજ્ઞા..! હા,સર્વજ્ઞાનું આવવું તમનેય ગમતું..વળી તમે તો ગણિતનાં પ્રોફેસર..તો પઝલ્સ ઉકેલવી તમારે માટે તો રમત વાત..ને તમે ઘણીવાર એને મજાકમાં કહેતા પણ ખરા.."સર્વજ્ઞાજી..આપનું નામ તો 'સર્વજ્ઞા' છે તો આપ બધું જાણતાં જ હો..તો આ રોજ-રોજ નવી પઝલ્સ મારી કસોટી માટે તો નથી લઈ આવતાને..!" ત્યારે એ હસીને જવાબ આપતી.."ના,ના, પ્રોફેસર સાહેબ..એવું નથી..પણ જુઓને...લેડીઝ પાસે હંમેશા પઝલ્સ જ હોય..!" ને તમે મજાક આગળ વધારતાં.."લેડીઝ જ મોટી પઝલ્સ છે..!"ને બંને ખડખડાટ હસી પડતાં.. પણ સાચું કહું...પ્રોફેસરસાહેબ મને એવું લાગે છે કે તમારા વિધુરપણાની અને સર્વજ્ઞાનાં છુટાછેડાવાળા જીવનની 'પઝલ્સ' ઉકેલવા ઈશ્વરે જ તમને બંનેને સામ-સામેના ફ્લેટમાં ગોઠવ્યા છે....જોઈએ હવે એ પઝલ્સ ઉકેલવાની શરૂઆત પહેલાં કોણ કરે છે..?-બેફીકર
Comments
Post a Comment