A Short Story...

*ચોકલેટ*
        ચોકલેટનું નામ પડતું ને તારા ભવા ચડી જતા..નિયતી..!    ને એમાંય જો કોઈ ચોકલેટ નજરે પડતી તો તો જાણે 'કાળઝાળ' બની જતી..તારો પતિ કે તારા બે નાના-નાના છોકરાઓ  પણ કદી તારા આગળ ચોકલેટનો ઉલ્લેખ ભૂલે-ચૂકે પણ ન થઈ જાય એવી કાળજી રાખતાં થઈ ગયેલા..!
        આ ચોકલેટની તને આટલી બધી 'એલર્જી' કેમ હશે એ ક્યારેય કોઈ સમજી શકતું નહિ..પણ નિયતી મને તો એ ખબર છે..એ માટે આપણે પચ્ચીસ વરસ પાછળ જવુ પડશે..બોલ લઈ જાઉં..દુઃખ તો નહીં થાયને? હા.. તારા એ કોલેજનાં દિવસોમાં તું ધીરે-ધીરે સમીપ તરફ સરકતી જતી હતી ને સમીપ તારા તરફ..ને સમીપ અને નિયતી એક એવું 'જોડું' ઉભરી આવવા તરફ હતું કે જાણે દેવલોકમાંથી 'જોડું' પૃથ્વી ઉપર ઉતરી આવ્યું..! પણ આ શક્ય ન બન્યું તારા 'કાચા કાન' ધરાવતાં સ્વભાવને લીધે..હા, નિયતી તારા અને સમીપના પ્રેમની ઇર્ષા કરનારી નેહલની વાતમાં તું એ દિવસે આવી ગઈ..સમીપે તને 'ચોકલેટ ડે' નાં દિવસે ચોકલેટ આપી ત્યારે એ વાત તે નેહલને કરી તો નેહલ બોલી;' લે,એમાં શું..! જો એણે મને પણ આપી..!' એમ કરીને તને સમીપે આપેલી એવી જ ચોકલેટ તેનાં પર્સમાંથી કાઢી બતાવી..! ને તે તરત જ સમીપ સાથે છેડો ફાડી નાખવાનું નક્કી કર્યું..ને એ દિવસથી સમીપને ગુમાવી દીધો..તું નેહલની 'ગેઇમ' માં આબાદ આવી ગઈ હતી..પણ તને એ સમજાયું ત્યારે ઘણું મોડું થઈ ગયેલું... નિયતી...!-બેફીકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112