Short Story
*દહેશત*
આખરે શહેરમાં ફેલાયેલી દહેશતને એની ધરપકડ કરીને આપે શાંત કરી...સી.બી.આઈ. ઇન્સ્પેકટર શૈલજા સંન્યાસી..!હા..શૈલજાજી...શહેરમાં છેલ્લા છ માસથી એક પછી એક ખૂન થતાં જતા હતા ને પુરા શહેરમાં એટલી દહેશત ફેલાયેલી કે કોઈ રાતે નીકળવા તૈયાર ન હતું ને એમાંય બધા ખૂનોમાં એક જ મોડેસ ઓપરેન્ડી હતી..મોડી રાતે નીકળેલો એકલો અટૂલો માણસ..એટલે કે પુરુષ..પછી તે બહાર ગામથી આવતો હોય કે લેઈટ નાઈટ શિફ્ટ પુરી કરીને..સવારે સીધી પથ્થરો મારીને છૂંદી નાખેલી લાશ મળતી..! આ બનાવથી કોઈ પુરુષો નાઈટ ડ્યુટી પણ સ્વીકારતા નહિ..! ને તમે એ 'હત્યારા' ને પકડી પાડ્યો ત્યારે શહેરનાં માણસોનો ભય તો દૂર થયો પણ સાથે-સાથે એની પર દયા પણ આવી..!
હા... શૈલજા.. આપે પકડેલો એ 'હત્યારો' એવી એક વિધવા સ્ત્રી નીકળી જેની એકની એક એકવીસ વર્ષની દીકરી પર આજથી સાત મહિના પહેલાં કોઈ હરામીએ રૅપ કરીને પથ્થરો મારી હત્યા કરી નાખેલી... ત્યારથી એ માં ના મનમાં એવી દહેશત ઘર કરી ગયેલી કે એ હરામી હજી કેટલીયે દીકરીઓના જીવન બગાડશે એટલે એણે 'સાફ-સફાઈ' શરૂ કરી દીધેલી..!-બેફીકર
Comments
Post a Comment