Short Story

*લાપસી*
          અચાનક ચાર રસ્તા પર આપે એને જોઈ તો આપે આપના ડ્રાઈવરને આપની મર્સીડીઝ રોકવા કહ્યું..ને આપ દોડીને એ મેલાં-ઘેલાં ચીંથરેહાલ કપડામાં વીંટળાયેલી,ભીખ માંગતી વૃદ્ધ સ્ત્રીને ભેટી પડ્યા અને ડૂસકે-ડૂસકે રડવા લાગ્યા..! મોંઘાદાટ સૂટ પર કદી રજ પણ ઉડવા ન દેનારા આપને આજે ફૂટપાથ પર આ રીતે જોઈ આપનો ડ્રાઈવર પણ નવાઇભરી નજરે જોઈ રહ્યો હતો..અરે..ફક્ત ડ્રાઈવર જ નહીં..ચાર રસ્તે તો લોકોની ભીડ આ દૃશ્ય જોઈ સ્તબ્ધ બની ઉભી રહી ગયેલી..કેમ કે,એ વૃદ્ધ સ્ત્રીને ઓળખનારું ત્યાં કોઈ ન્હોતું પણ આપને ઓળખનારા હજારો હતા..કેમ કે,આપ શહેરના એક જાણીતાં અને સેવાભાવી અને દાનવીર  ઉદ્યોગપતિ હતાં...રાજનકુમાર..!
           હા.. રાજનકુમાર...લોકો ભલે એ સ્ત્રીને ન ઓળખે પણ તમે તો કેવી રીતે ભૂલો ? હા,જ્યારે બાળપણમાં તમે બાપની છાયા ગુમાવી ને ગરીબ વિધવા માં લોકોનાં ઘરે-ઘરે ભટકીને ખાવાનું માંગીને તમને ખવરાવતી ત્યારે ગામનાં એ વિશાળ બંગલામાં રહેતી એક સ્ત્રી તમને અને તમારી માંને રોજ એનાં ફળિયામાં બેસાડી ગરમ-ગરમ લાપસી ખવરાવતી..થોડા મોટા થયા પછી તમે ગામ છોડી શહેરમાં આવી ગયેલા ને સખત પરિશ્રમ અને આવડતને આધારે આજે આપ શહેરનાં જાણીતા ઉદ્યોગપતિ સુધી પહોંચેલા..તો બીજી બાજુ ગામમાં શેઠ અને એનું કુંટુંબ વેપાર-ધંધામાં ફનાફાતિયા થઈ જતાં એ વિશાળ બંગલાની માલિક આજે ભીખારણ બની ગયેલી..! હવે લોકોને ભલે ખબર ન હોય પણ તમે તો એ 'લાપસી' કેવી રીતે ભૂલો..!-બેફીકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112