Short Story

*પ્રેમ*
      આપની એ વિશાળ હવેલીમાં તે દિવસે જાણે ધરતીકંપ આવી ગયેલો શેઠ ધનપતરાય..! હા, આપનો પુત્ર સમીર ઝૂંપડપટ્ટીમાં રહેનારી એક ગરીબ કન્યા રાધાની સાથે પ્રેમમાં પડી ગયેલો અને હવે તે એની સાથે લગ્ન કરી એને આપના ખાનદાનની વહુ બનાવવા માગે છે..માં વિનાના સમીર સાથે આટલા રૂક્ષ થતા જોઈ,સમીર વધુ જીદે ચડ્યો છે..અને એણે આપને ખુલ્લી ચેલેન્જ આપી છે કે,'હું જોઉં છું કે,કોણ મારા પ્રેમની આડે આવે છે?'
      પણ શેઠ એક ખાનગી વાત કહું..? આપ આપની 'વિધુરતા'નું દુઃખ 'પ્રેમ' નાં બહાને જેની સાથે વહેંચો છો તે આપની ફેકટરીમાં કચરા-પોતા કરવા વાળી ગોમતીની જ આ છોકરી છે...રાધા..! હા... ફરક છે...પ્રેમમાં.. આપે ગોમતીને 'પ્રેમમાં' ફસાવી છે...અને સમીરને કુદરતે ફસાવ્યો છે..રાધાના...'પ્રેમમાં'...!-બેફીકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112