A Short Story...
*પ્રતીક્ષા*
.......હા,નામ તારું...ને ટેવ પણ એવી જ....દરેક ચીજમાં પ્રતીક્ષાની...ખૂબ જ ધીરજવાન..લોકો તને ધીરજનો પર્યાય સમજતાં.. ને એક આદત પણ તારી એવી જ..જેને કોઈ સમજી નથી શક્યું..અરે..આ આદતને લીધે તારે કેટલાયે લોકો સાથે ઝગડા પણ થયા છે...પણ તું તો ધીરજવાન...એમ ડરે શાની ? અને એ આદત એટલે કોલેજનાં અપ-ડાઉન વખતે સીટી બસમાં તારી બાજુની સીટ પર કોઈનેય ન બેસવા દેવાની આદત..! હા, રોજ તારી આદત મુજબ તું સીટી બસમાં ડબલ સીટમાં બેસતી..ને બાજુની સીટ ખાલી રાખી કોઈની પ્રતીક્ષા કરતી....પ્રતીક્ષા..!...ને એક દિવસે એ પ્રતીક્ષા પુરી થઈ...તને જાણે મનનો માણીગર મળી ગયો..!હા, તે દિવસે તે બસમાં ચડ્યો..તો તું તો જાણે એની 'આભા' માં જ આવી ગઈ..ને તું એ નવયુવાનનું રૂપ જ જોતી રહી...ને એ ફટાફટ તારી બાજુમાં આવી ખાલી સીટ પર બેસી ગયો..તને લાગ્યું..તારી 'પ્રતીક્ષા' નો અંત આવ્યો...પણ..ના એવું નથી..એ તારી જ બહેનપણીનો 'ફિયાન્સ' છે..ને તારી એ જ સખીની 'ચેલેન્જ' સ્વીકારી એ તારી બાજુમાં બેસી ગયો છે..! આમ,પ્રતીક્ષા કરવાથી 'પ્રતીક્ષા' નો અંત ન આવે..પ્રયત્નો પણ કરવા પડે...મનગમતું મેળવવા...પ્રતીક્ષા...!-બેફીકર
Comments
Post a Comment