A Short Story...

*સ્યુસાઇડ*
....ત્યાં આગળ બેઠેલા સૌ લોકો નવાઈથી જોઈ રહ્યા...હા... નવાઈ લાગે એવું જ હતું...24 વર્ષના હિતાર્થની તસ્વીર આગળ તું આશરે 45 વર્ષની માઈના ધ્રુસકે-ધ્રુસકે રોઈ રહી હતી...ને બેસણામાં આવેલા લોકો એ નવાઈથી સ્તબ્ધ હતા કે,તારા એ બુરખાધારી પહેરવેશથી જ તું હિતાર્થની દુરની પણ કોઈ સગા-સંબંધીની વ્યાખ્યામાં નહોતી એ સ્પષ્ટ હતુ... માઈના...!
     પણ તારા માટે એ હિતાર્થ એક નવી જિંદગી હતો..એ તું એકલી જ જાણે છે...તે દિવસનો બપોર તને બરાબર યાદ છે માઈના..દારૂડિયા અને ઝગડાળું પતિથી કંટાળી તું પંખા સાથે સાડીનો છેડો બાંધી લટકાઈ જવાની તૈયારીમાં જ હતી કે ખુલ્લી બારીમાંથી એ દ્રશ્ય જોઈ બાજુની અગાસીમાંથી એક સનનન... કરતો પથ્થર આવ્યો..ને તારું માથું ફોડી નાખ્યું... તું ગુસ્સામાં કશું કહેવા જાય એ પહેલા બીજો પથ્થર આવ્યો...જેની સાથે બાંધેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું...સંકટ સમયનો સાથી... એમ કરીને મોબાઈલ નંબર....આ આખી ઘટનાએ તને સ્યુસાઈડ કરતાં રોકી લીધી અને પછી તો દરેક નાની-નાની વાતમાં પણ હિતાર્થ તારો... ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ બની રહેલો...જે થકી તું જિંદગીની નવી કેડીએ આજે ખુશનુમા મિજાજ સાથે ચાલી રહી છો...પણ...માઈના..પોઝિટિવ વાતો કરનારો કદી કોઈ દુઃખ કે નિરાશા અનુભવતો ન હોય એવું નથી...તે તારા એ ફ્રેન્ડ,ફિલોસોફર અને ગાઈડની પોઝીટીવ વાતો પાછળની વેદના ઓળખી હોત, તો આજે તને જીવન આપનારો 'સ્યુસાઇડ' ન કરી લેત...!-બેફીકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112