A Short Story...
*મુલાકાત*
'સુનો ઓડિબલ ઓડિયો' પર તું એક દિવસ અચાનક એની વાર્તા સાંભળી ગઈ...ને જાણે તું એનાં અવાજની દુનિયામાં ખેંચાઈ ગઈ..ઉલ્હાસી...તારા જીવનમાં જાણે 'ઉલ્હાસ' નામનો ફોર્સ આવ્યો...હા, વાર્તાકાર ઉલ્હાસની વાર્તાઓ એટલે જાણે તારા જીવનની ડિઝાઇન કરતી કોઈ ઍપ. એની એકએક વાર્તાઓ જાણે તારા માટે જ લખાયેલી હોય એવું તને લાગતું...ને તું એ મુજબ તારામાં પરિવર્તન પણ કરતી..! ઉલ્હાસની જ એક વાર્તામાં વાક્ય હતું..'એક હદથી વધુ કોઈને અપનાવી લેવું એ જ પ્રેમ...'ને એ પ્રેમ તારામાં ઉલ્હાસ પ્રત્યે જન્મી ચુક્યો હતો...ઉલ્હાસી...ને તે નક્કી કરી લીધું કે,હવે તો આ ઉલ્હાસ...ઉલ્હાસીનો જ...ને તે કોઈ પણ રીતે એનો મોબાઈલ નંબર મેળવી લીધો...ને ધીરે-ધીરે મેસેજીસ વધતાં ચાલ્યા...ને એક દિવસ તે તારા મનની લાગણીઓ ઉલ્હાસને જણાવી અને રૂબરૂ મળવા માટેની ઈચ્છા દર્શાવી..ને ઉલ્હાસે જણાવ્યા મુજબ તું તે દિવસે ચાર વાગ્યે 'કાફે-ધ કૉફી' સજી-ધજીને પહોંચી..ને ઉલ્હાસે બતાવ્યા મુજબના ટેબલ નંબર પર ઝડપથી પહોંચીને બેઠી..ને બેઠી એવી જ જાણે વીંછી કરડ્યો હોય એટલી જ ઝડપે તું ઉભી થઇ ગઇ અને બમણી ઝડપથી બહાર નીકળી ગઈ...કેમ કે, તારા સપનાના એ રાજકુમાર ઉલ્હાસનાં બળેલા અને કુરૂપ ચહેરાને તું સહન જ ન કરી શકી..પણ ઉલ્હાસી...એ તારો ખરેખરો ઉલ્હાસ હતો જ નહીં..! હા, ઉલ્હાસે એનાં ખાસ મિત્રને એ ટેબલ પર બેસાડેલો જે નંબર એણે તને વ્હોટ્સએપ કરેલો..અસલી ઉલ્હાસ...તો એનાથી બે ટેબલ દૂર બેસીને તારી પ્રેમની કસોટી લઈ રહ્યો હતો...જેમાં તું ફુલ્લિ 'ફેઈલ્ડ' થયેલી..!-બેફીકર
Comments
Post a Comment