A Short Story...
* સાર્થકતા*
....સતત પાંચ વર્ષથી તમે લાગણીઓથી બંધાયેલા....અને લગ્નની વેદીએ સંબંધ બાંધવાની તૈયારી કરતાં.. સુધીર અને સોહિની..પણ...આજે સોહિનીએ કીધું.."સોરી..સુધીર પણ હું તારી સાથે લગ્ન નહિ કરી શકું...મને માફ કરજે.." ત્યારે,સુધીર તે પૂછેલું..'આજ સુધી મેં તારી કોઈ વાતમાં કારણ નથી પૂછેલું..પણ આ નિર્ણય માટે કારણ પૂછી શકું..?'
ને સોહિનીની એ વાત સાંભળી સોહિની પ્રત્યેનો તારો પ્રેમ ફરી એકવાર વધી ગયો...સુધીર..!
વાત કંઈક આવી હતી..બે મહિના પહેલાં જ સોહિની શહેરની જાણીતી કૉલેજમાં લેક્ચરર તરીકે જોડાયેલી..ને એ બે મહિનામાં એણે માર્ક કરેલું...મિસિસ જાની..કોલેજમાં સ્ટુડન્ટસનાં પ્રિય લેક્ચરર...જ્યારે પણ સમય મળે ત્યારે તારી એ 'એક્ટિવા' પાસે ઉભા રહી...ટિકી-ટીકીને જોઈ રહેતાં... ક્યારેક 'એક્ટિવા'ની સીટ પર હાથ ફેરવી લેતાં.. ને આ હાથ ફેરવતી વખતે તેમની આંખોમાં પાણી આવી જતું..! ને ક્યારેક સ્ટાફરૂમમાં તારી સામે જોઈ રહેતાં ને એમની આંખો ભીની થઇ જતી..આખરે એક દિવસ તારાથી ન રહેવાયું.. સોહિની..ને તે મિસિસ જાનીને એનું કારણ પૂછી લીધું..ને જવાબમાં મિસિસ જાનીએ એનાં પર્સમાંથી એક ફોટો કાઢીને તને દેખાડેલો...સાંકળોથી બાંધેલા એ સુંદર નવયુવાનને જોઈ તું નવાઈ પામી ગયેલી..ત્યારે મિસિસ જાનીએ રડતી આંખે કરેલી વાત, તારી સુધીરને લગ્નની ના પાડવાનું કારણ છે..હા.. એ મિસિસ જાનીનો દીકરો હતો..ને એનાં લગ્નનાં એક મહિનામાં જ એની પત્ની ચાર્મીનું 'એક્ટિવા' એક ટ્રકની અડફેટે આવી ગયેલું ને ચાર્મીને ભરખી ગયેલું... ને એ આઘાતથી મિસિસ જાનીનો દીકરો પાગલ થઈ ગયેલો...ને એ આખી ઘટના સાંભળી...તે મિસિસ જાનીને હળવેથી પૂછેલું.."શું હું આપના દીકરાનાં જીવનમાં 'ચાર્મી' બની આવી શકું..કદાચ એ ઘટનાથી લાગેલો એનો આઘાત દૂર કરી શકું...તો મારું જીવન સાર્થક બનશે..!"-બેફીકર
Comments
Post a Comment