A Short Story...

*घुंघरू*
वो अपने घुंघरू मेरे पास छोड़के गई है,
पर वो कान्हा कहाँ से लाऊ,जो नाच रचा दे..!-बेफ़िकर
.......'બેફીકર'નો શૅર અચાનક 'વેલી' ન્યુઝમાં નજરે પડ્યો ને આપ ભૂતકાળની ઘટનામાં ખેંચાઈ ગયા...મિસિસ માલિની..! આપે ઉભા થઇ અલમારી ખોલી ને 'ઘૂંઘરૂં'ની જોડ હાથમાં લીધી ને આપની નજર સમક્ષ તરત આવી ગયા...રાધા અને કિશન..! રાધા અને કિશન એટલે આપની શ્રીનગર ડાન્સ એકેડમીના હોનહાર સ્ટુડન્ટ્સ.. બંને જ્યારે પગે ઘૂંઘરૂં બાંધી નૃત્ય કરતા હોય,ત્યારે પ્રેક્ષકોના શ્વાસ પણ અટકી જાય...મંત્રમુગ્ધ બની લોકો એ જોડીનું સાયુજ્ય જોઈ રહેતા..જાણે સાક્ષાત રાધા-કૃષ્ણની જોડી ધરતી પર ઉતરી આવી હોય...!..ને આવા સુંદર શિષ્યો મળવા બદલ લોકો આપની પ્રશંસા કરતા..ને ધીરે-ધીરે આ રાધા-કિશન પણ એકબીજાની તરફ પ્રેમપ્રવાહમાં વહેવા લાગ્યા..પણ એક દિવસની ઘટનાએ એક નવો જ વળાંક લાવી દીધેલો..! હા.. આપનો એ સ્ટુડન્ટ કિશન એક દિવસ આપ એકલા હતા ત્યારે આવ્યો અને એવી કબૂલાત કરી ગયો કે એ એક  ફિદાયીન ત્રાસવાદી છે  અને આપની એકેડમિની બાજુમાં જ આવેલા મુઘલગાર્ડનમાં હુમલો કરી લોકોના જીવ લઈ લેવાના  મિશન પર સરહદ પારથી આવેલો છે...ને એ મિશન પૂરું કરવાના મકસદ માટે આપની એકેડમીમાં જોડાયેલો..પણ હવે એ મકસદ ક્યારેય પૂરો નહિ કરે...કેમ કે, નૃત્ય અને રાધાના પ્રેમે એની એ ત્રાસવાદીવૃત્તિને મારી નાખી છે..પણ હવે એ શ્રીનગર રોકાઈ નહિ શકે ને સરહદ પાર પરત જવું પડશે તો...એક 'ગુરુ' તરીકે આપની માફી માગવા આવેલો..ને સાથે-સાથે આ વાત રાધાને નહિ કરવા માટે 'કસમ' આપી ગયેલો..પણ મિસિસ માલિની આપે એ કસમ તોડીને રાધાને એ 'કિશન'નું સત્ય બતાવી દીધેલું..ને રાધા એ દિવસે આ 'ઘૂંઘરૂં' ની જોડ આપના હાથમાં મૂકીને ગઈ તે ગઈ...!-બેફીકર

Comments

Popular posts from this blog

ટૂંકી વાર્તા..120

બેફિકર

ટૂંકી વાર્તા..112