A Short Story..
*પડકાર*
.....હા.... વિધાતા...સમાજને તે પડકાર આપી દીધો..! મોટા-મોટા ખેરખાઓ અને નાતમાં મોટું નામ કહેવાતા તારા સગા બાપને પણ કહી દીધું...'મારૂ નામ વિધાતા છે..ને મારુ નસીબ પણ હું જ લખીશ..મારી વચ્ચે કોઈ ન આવતા...નહિ તો આ વિધાતા તમારા લેખ બગાડી નાખશે...મારો બાપ વિધુર બન્યા પછી પોતાના શરીરની તૃપ્તિ માટે એક સ્ત્રી પત્ની તરીકે લાવે અને એ સ્ત્રી પણ પોતાના જીવનની સલામતી માટે આશરો શોધી લે...તો અમે તો પ્રેમ કરીએ છીએ...ને હું જોઉં છું મને અમર સાથે લગ્ન કરતા કોણ રોકે છે..?...સાચી વાત છે વિધાતા...તને લગ્ન કરવા માટે કોઈએ શા માટે રોકવી જોઈએ...? ને તું તો હવે થઈ છે પણ 20 વર્ષની..! પણ આ સમાજને તું લગ્ન કરે એના સામે વાંધો નથી...વાંધો છે એ અમર સાથે કે જેની સાથે તું લગ્ન કરવા ઈચ્છે છે...કેમ કે,એ તારી નવી માંનો આંગળીયાત આવેલો દીકરો છે..તો સમાજ એને તારા ભાઈ તરીકે સ્થાપિત કરવા મથે છે..ને તારા પંદરમાં વર્ષે તને થયેલો એ પ્રથમ પ્રેમ તું છોડવા નથી ઇચ્છતી..!-બેફીકર
Comments
Post a Comment