A Short Story...
*સ્વીકાર*
....ને....મિસ કેતકી..તું તો જોઈ જ રહી એ કામદેવના સાક્ષાત અવતારને...હા...તારી જેવી જ હાલત આખા સ્ટાફની હતી..! અરે..મિસિસ પટવાએ તો તારા કાનમાં ફુસફુસ પણ કરી લીધું...કેતુ..આ છે તારે લાયક..તું સાક્ષાત 'રતિ' છે તો એ પણ 'કામદેવ' છે..ને તે એ 'કામદેવ' એટલે કે તારી ઓફિસનો નવો જનરલ મેનેજર મિસ્ટર સૌરભને હૈયે વસાવી લીધો..ને તારા એ હૈયાના ઇજનને જાણે સૌરભે પારખી લીધું હોય,તેમ બીજા જ દિવસથી એ પણ તારી સાથે વધુ ને વધુ સમય વિતાવવા મળે તેવું કરવા લાગ્યો..અને સૌ માટે મોટી સરપ્રાઈઝ ત્યારે થઈ...એ હાજર થયાના અઠવાડિયામાં જ આવતા તારા બર્થ ડેની એણે ભવ્ય પાર્ટી આપી..! ને આખો સ્ટાફ ખાનગીમાં 'જોડી જામશે' હો...કહી તને ચીડવવા લાગ્યો..પછીના એકાદ મહિનામાં તો જાણે એ કોઈ 'જાદુગર' હોય,એમ તારી દરેક પસંદ-નાપસંદને જાણતો હોય,તેવી વાતો,તેવી ગિફ્ટસ અને તેવી રેસ્ટોરન્ટમાં ડિનરપાર્ટીઓ સાથે તને જાણે તારી જાત પાસેથી ચોરી લીધી..! ને,એવી એક સાંજે રેસ્ટોરાંના એક ટેબલ પર તે એનો હાથ પકડી કહી પણ દીધું...આઇ લવ યુ...સૌરભ..! ને જવાબમાં એ બોલ્યો...યસ...આઇ લવ યુ...ટુ... કેતકી...પણ પહેલાં આ જો...એમ કહી..ખિસ્સામાંથી પર્સ કાઢી એક ફોટો કાઢ્યો...ને તું એ ફોટાને જોઈ જ રહી...જાણે તારો જ ફોટો...! તું સહસા બોલી ઉઠી...કોણ છે આ..?..ને સૌરભનો બોલ્યો..."કેતકી...આ મારી બહેન છે....પાંચ વર્ષ પહેલાં અકસ્માતમાં મૃત્યુ પામી..ને પછી સીધી જાણે મને એ તારામાં પાછી મળી..તું અવારનવાર પૂછતી હો છો ને કે,સર...તમે મને આટલા ઓછા સમયમાં આટલી બધી કઈ રીતે જાણી લીધી..! તો,મેં તને કોઈ રીતે જાણી નથી...હું તો મારી બહેનની પસંદ-નાપસંદ પ્રમાણે વર્તતો ને એ હંમેશ તારી સાથે મેચ થતું..! કેતકી..બોલ..આ ભાઈને સ્વીકારીશ? - બેફીકર
Comments
Post a Comment